Rajasthan Election Result : પેપર લીક અને લાલ ડાયરી સહિતના આ કારણોએ અશોક ગેહલોતની નાવડી ડુબાડી
2024 લોકસભાની ચૂંટણીમાં બીજેપીને હરાવવા માટે તૈયારી કરી રહેલી કોંગ્રેસને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મોટો ઝટકો લાગ્યો છે. આમાંથી બે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી તો મધ્ય પ્રદેશમાં સત્તા જાળવી રાખી છે.
કોગ્રેસ માટે સૌથી મોટો ઝટકો રાજસ્થાનમાં લાગ્યો છે. મહત્વના ગણાતા આ રાજ્યમાં બીજેપીની જીતે પાર્ટીમાં નવો ઉત્સાહ ભરવાનું કામ કર્યુ છે. અહીં કેટલાક એવા પરીબળોએ કામ કર્યુ જેના કારણે અશોક ગેહલોતે સત્તા ગુમાવવી પડી.

રાજસ્થાન ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીક, લાલ ડાયરી, ભ્રષ્ટાચાર, મોદીની ગેરંટી, મહિલાઓ વિરુદ્ધ અપરાધ અને કાયદો અને વ્યવસ્થા જેવા મુદ્દાઓ પુરી તાકાત સાથે ઉઠાવ્યા.
પેપર લીક
રાજસ્થાન ચૂંટણી પ્રચાર દરમિયાન બીજેપીએ ઉઠાવેલા મુદ્દાઓમાં પેપર લીકનો મુદ્દો હતો. તેમણે જનતાને કહ્યું હતું કે ભાજપની સરકાર આવ્યા બાદ જે પણ કૌભાંડો થયા છે તેની તપાસ કરવામાં આવશે અને દોષિતોને જેલના સળિયા પાછળ મોકલવામાં આવશે. સીએમ અશોક ગેહલોત પર આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે તેઓ પોતાને જાદુગર કહે છે, પરંતુ તેમણે પોતાના જાદુથી રાજ્યમાં ભ્રષ્ટાચારનો ભ્રમ ફેલાવ્યો છે. પેપર લીક થવું એ સામાન્ય બાબત બની ગઈ છે અને તેને રાજકીય રક્ષણ મળ્યું છે.
લાલ ડાયરી
રાજસ્થાનના રાજકારણમાં લાલ ડાયરી વિવાદ જુનો છે. લાંબા સમયથી આ ઉલ્લેખ સમયે સમયે આવતો રહ્યો છે. જો કે પીએમ બીજેપીએ આ ચૂંટણી પ્રચારમાં તેને મોટો વિવાદ બનાવ્યો. રાજસ્થાન સરકારમાંથી બરતરફ કરાયેલા મંત્રી રાજેન્દ્ર ગુડાએ ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો હિસાબ હોવાની વાત કરી હતી. આ લાલ ડાયરીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, જેમ જેમ આ ડાયરીના પાના ખુલી રહ્યા છે તેમ તેમ જાદુગરની હવા ઉડી રહી છે.
અશોક ગેહલોત વિરૂદ્ધ સચિન પાયલટ
રાજસ્થાનમાં કોંગ્રેસને ડુબાડવામાં સૌથી મોટો ફાળો સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટા ઝઘડાનો રહ્યો. આની અસર રાજ્યમાં પાર્ટી કાર્યકર્તાઓ પર પડી અને ખોટો મેસેજ લોકો વચ્ચે ગયો. ચૂંટણી પહેલા પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બંનેને એક કરવાનો પ્રયાસ કર્યો અને અમે સાથે છીએનો સંદેશ આપવામાં આવ્યો પરંતુ કોઈ ફાયદો ન થયો.
કન્હૈયાલાલ હત્યા કાંડ
રાજસ્થાનના ચૂંટણી પ્રચારમાં બીજેપીએ ઉદયપુરના કન્હૈયાલાલ હત્યા કેસનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો. કહેવાય છે કે રાજ્ય જીતવું હોય તો પહેલા મેવાડ જીતવું પડે અને મારવાડમાં ઉદયપુર છે. કન્હૈયાલાલ હત્યા કેસને લઈને બીજેપીએ કોંગ્રેસ સરકારની કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા અને અશોક ગેહલોત આ જાળમાં ફસાઈ ગયા.
ED ની એન્ટ્રી
પાંચ રાજ્યોમાં ચૂંટણી દરમિયાન EDએ પણ બે રાજ્યોમાં પ્રવેશ કર્યો હતો. રાજસ્થાનમાં EDએ પેપર લીક કેસમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા અને કોંગ્રેસના ઉમેદવાર ઓમપ્રકાશ હુડલાના ઘરો પર દરોડા પાડ્યા હતા. કોંગ્રેસે પણ ચૂંટણી પ્રચારમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. અશોક ગેહલોતે દરેક પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દે વાત કરી પરંતુ તેનો ફાયદો માત્ર ભાજપને જ થયો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
