train accident: રાયબરેલીમાં મોટી રેલવે દુર્ઘટના ટળી, લોકો પાયલટે આ રીતે બચાવ્યો મુસાફરો જીવ
Raebareli train accident: હાલ રેલવે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. જેમાં ઘણી ઘટનાઓ ષડયંત્રના ભાગરૂપે બની હતી. બોટાદમાં પણ આવો જ એક કિસ્સો બન્યો હતો, જેમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના રાયબરેલીમાંથી સામે આવી છે. જેમાં એક મોટી ટ્રેન દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી. આ ટ્રેનના લોકો પાયલટની સુઝબુઝના કારણે અકસ્માત ટાળી શકાયો હતો.
લોકો પાયલટે રેલવે ટ્રેક પર રેલીનો ઢગલો જોઈને સમયસર પેસેન્જર ટ્રેન રોકી લેતા અકસ્માત ટાળી શકાયો હતો. મળતી મહિતી અનુસાર રેલવે ટ્રેક પર ટ્રેક્ટરમાંથી રેતી અકસ્માતે ઢલવાઈ ગઈ હતી.
આ રેતીના કારણે રેલવે ટ્રેક સંપૂર્ણ રીતે ઢકાઈ ગયો હતો. આ ઘટના રઘુરાજ સિંહ રેલવે સ્ટેશન નજીક ઘટી હતી. જોકે, લોકો પાયલટની ત્વરિત નિર્ણય શક્તિના કારણે અકસ્માત ટળી ગયો હતો.
એસએચઓ દેવેન્દ્ર ભદોરિયાએ પુષ્ટિ કરી હતી કે, પાટા પરથી રેતી દૂર કરવામાં આવી છે, જેનાથી રેલ ટ્રાફિક ફરી શરૂ થઈ શકે છે. જ્યારે આ ઘટના બની, ત્યારે રાયબરેલી રઘુરાજ સિંહ પેસેન્જર ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી હતી.

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને રાત્રીના સમયે ટ્રેક્ટર દોડે છે. રવિવારે સાંજે એક ટ્રેક્ટર ચાલક રેલવે ટ્રેક પર રેતી નાખીને નાસી ગયો હતો. જો લોકો પાયલોટે સમયસૂચકતા ન વાપરી હોત, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ટ્રેનોને પાટા પરથી ઉતારવાના પ્રયાસોના અનેક અહેવાલો બાદ આ ઘટના બની છે. કાનપુરમાં પાટા પરથી મળી આવેલા સિલિન્ડર સાથે સંકળાયેલા ષડયંત્રના સમાચાર હતા.
આ મામલે તપાસ ચાલી રહી છે. આ સિવાય ઝાંસીમાં કેરળ એક્સપ્રેસનો ટ્રેક તૂટ્યો હતો, જેના પગલે તેના ડ્રાઈવરે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
Another instance of intended sabotage?*
— Anand Narasimhan🇮🇳 (@AnchorAnandN) October 7, 2024
*Loco pilot spots soil dumped on tracks in Raebareli, train movement halted briefly*@CNNnews18 reports
A passenger train was briefly halted after the loco pilot saw a pile of soil dumped on the rail tracks near Raghuraj Singh station… pic.twitter.com/qKHaN9HFJk
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
