રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતીય ઓલિમ્પિક ટીમને આમંત્રણ આપ્યુ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલી ટીમના તમામ ખેલાડીઓને14 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે 'હાઈ ટી' માટે આમંત્રણ આપ્યું છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલી ટીમના તમામ ખેલાડીઓને14 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે 'હાઈ ટી' માટે આમંત્રણ આપ્યું છે. તે બાદ ભારતીય ટુકડી લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને વાતચીત કરશે. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં સાત મેડલ જીત્યા છે, જેમાં બરછી ફેંકનાર નીરજ ચોપરાના એથ્લેટિક્સમાં ઔતિહાસિક ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે.

ખેડૂતના પુત્ર નીરજ ચોપરાએ 87.58 મીટરના વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો સાથે બરછીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ગોલ્ડ ટોક્યોમાં ભારતનો સાતમો મેડલ હતો, જે તેનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ ઓલિમ્પિક પ્રદર્શન છે. ચોપરાના ગોલ્ડ સિવાય ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. સિલ્વર મેડલ વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુ અને રેસલર રવિ કુમાર દહિયાએ મેળવ્યા હતા. પીવી સિંધુ, પુરુષ હોકી ટીમ, બોક્સર લવલીના બોરગોહેન અને રેસલર બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં શૂટર અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ મેડલ જીત્યા બાદ ચોપરા ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર બીજા ભારતીય છે. ઓલમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા નીરજ ચોપરાનું સોમવારે ટોક્યોથી ભારત આગમન પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નીરજ ચોપરાની ફેન ફોલોઇંગ પણ રાતોરાત 33 લાખને વટાવી ગઈ છે.
નીરજ ચોપરાને અભિનંદન આપવા માટે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સેંકડો લોકો ભેગા થયા હતા. ચોપરા અને ભારતીય ઓલિમ્પિક ટીમના અન્ય સભ્યોને એરપોર્ટની બહાર નીકળતા જ ફૂલોના હાર પહેરાવી સ્વાગત કરાયુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
