Police Encounter : કઈ સ્થિતીમાં પોલીસ એન્કાઉન્ટર કરી શકે? જાણો શું હોય છે પ્રોટોકોલ?
Police Encounter : બહરાઈચમાં મુર્તિ વિસર્જન દરમિચાન ગોપાલ મિશ્રાની હત્યા કરનારા આરોપીનું પોલીસે એન્કાઉન્ટર કર્યુ છે. આ એન્કાઉન્ટર બાદ ઘણા સવાલ ઉભા થઈ રહ્યાં છે.
સામાન્ય રીતે પોલીસ પર આરોપીઓ હથિયારોથી હુમલો કરે ત્યારે એન્કાઉન્ટરનો સહારો લેતી હોય છે. જો કે કોઈપણ એન્કાઉન્ટર માટે ખાસ પ્રોટોકોલ હોય છે.

ભારતમાં પોલીસ બે રીતે એન્કાઉન્ટર કરે છે. જ્યારે કોઈ ગુનેગાર કસ્ટડીમાંથી છટકી જવાનો પ્રયાસ કરે છે ત્યારે પોલીસ તેને પકડવા એન્કાઉન્ટર કરે છે. બીજુ જ્યારે પોલીસ ગુનેગારને પકડવા જાય છે અને ગુનેગાર ધરપકડથી બચવા ભાગે છે અને પોલીસ પર હુમલો કરે છે ત્યારે જવાબી કાર્યવાહી કરે છે અને એન્કાઉન્ટર કરે છે.
ભારતના બંધારણમાં એન્કાઉન્ટરનો કોઈ ઉલ્લેખ નથી પરંતુ પોલીસ અને સુરક્ષા દળો આ શબ્દનો ઉપયોગ કરે છે. ગુનેગાર પોલીસ અથવા સુરક્ષા દળોના કબજામાંથી છટકી જવાનો પ્રયાસ કરે ત્યારે પહેલા પોલીસ તેને ચેતવણી આપે છે. જો ગુનેગાર હજુ પણ ભાગે તો આ સ્થિતિમાં પોલીસ અને સુરક્ષા દળો તેને પગમાં ગોળી મારે છે, જેથી તે ભાગી ન શકે.
જો પરિસ્થિતિ નિયંત્રણ બહાર જાય તો આવી સ્થિતિમાં પોલીસના નિશાન પગ સિવાય શરીરના કોઈપણ ભાગ પર હોઈ શકે છે અને આવા એન્કાઉન્ટરમાં ગુનેગારનું પણ મૃત્યુ થાય છે.
ક્રિમિનલ પ્રોસિજર કોડ એટલે કે CrPCની કલમ 40 હેઠળ એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે જો કોઈ ગુનેગાર ધરપકડથી બચવા ભાગી જવાનો પ્રયાસ કરે અથવા તે પોલીસ કસ્ટડીમાંથી ભાગી જાય છે અથવા પોલીસ પર હુમલો કરે તો આવી સ્થિતિમાં પોલીસને જવાબી કાર્યવાહી કરવાનો અધિકાર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
