કેરળઃ રાહત શિબિરોમાં સીએમ પર લોકોનો ગુસ્સો, શિબિરમાં સાપ છે પણ ભોજન-પાણી નથી
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ગુરુવારે એ તમામ વિસ્તારોની મુલાકાત લીધી જે પૂર પ્રભાવિત છે. મુખ્યમંત્રીએ અહીં એ લોકોની મુલાકાત લીધી જે પૂરના કારણે બેઘર થઈ ગયા છે.
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ગુરુવારે એ તમામ વિસ્તારોની મુલાકાત લીધી જે પૂર પ્રભાવિત છે. મુખ્યમંત્રીએ અહીં એ લોકોની મુલાકાત લીધી જે પૂરના કારણે બેઘર થઈ ગયા છે અને યેનકેન પ્રકારે પોતાનો જીવ બચાવવામાં સફળ થયા છે. આ તમામ લોકોએ મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે કે તેમને રાહત શિબિરોમાં જરૂરી મદદ નથી મળી રહી એટલુ જ નહિ લોકોએ મુખ્યમંત્રી પર રાહત કેમ્પોમાં મોડા આવવાનો પણ આરોપ લગાવ્યો છે.

ફરિયાદો ગણાવી
વિજયને તમામ રાહત શિબિરોની મુલાકાત લીધી અને ભરોસો અપાવ્યો કે જે લોકોએ પોતાનું બધુ જ ગુમાવી દીધુ છે સરકાર તેમની દરેક સંભવ મદદ કરશે અને તેમના જીવનને ફરીથી વસાવવા માટે સંપૂર્ણ મદદ કરશે. પરંતુ તમામ રાહત શિબિરોમાં મુખ્યમંત્રીને લોકોએ ફરિયાદો કરી અને મોડા આવવા પર તેમની ટીકા પણ કરી. ઘણા લોકોએ આ રાહત શિબિરોમાં જમવાના વિતરણની સમસ્યા, શૌચની વ્યવસ્થાનો અભાવ, રાહત શિબિરોમાં સામ હોવાની ફરિયાદો કરી છે. એટલુ જ નહિ લોકોએ મુખ્યમંત્રીને પીવાના પાણી સુદ્ધા આ રાહત શિબિરોમાં નહિ હોવાની ફરિયાદ કરી છે.

આવ્યા અને જતા રહ્યા
મુખ્યમંત્રી આ તમામ રાહત શિબિરોમાં 10-15 મિનિટ માટે ગયા અને બે કલાક બાદ પ્રદેશની રાજધાની પાછા આવી ગયા. થોડાક સમય માટે જે રીતે મુખ્યમંત્રીએ આ રાહત શિબિરોની મુલાકાત લીધી તે બાદ લોકોએ તેમના પર ભડાસ કાઢી અને પોતાની ફરિયાદો કરી છે. ઉત્તરપૂરવુર રાહત શિબિરમાં રહેતી મીનાક્ષી અમ્માએ જણાવ્યુ કે મુખ્યમંત્રી માત્ર પરંપરા નિભાવવા માટે અહીં આવ્યા હતા. તેઓ અહીં આવ્યા અને જતા રહ્યા, અમે તેમને અમારી સમસ્યા પણ કહી શક્યા નહિ.

ઔપચારિકતા નિભાવવા આવ્યા હતા સીએમ
તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ચેનગન્નુર, કોજેંચરી, અલપુઝા, ઉત્તરપરવૂર, ચલાકૂડી સ્થિત રાહત શિબિરોમાં ગયા હતા. મુખ્યમંત્રીએ કહ્યુ કે રાહત અને બચાવનું કામ ખતમ થઈ ગયુ છે. માટે હવે લોકોને પુનઃસ્થાપિત કરવાનું કામ ઝડપથી કરવામાં આવશે. પરંતુ રાહત શિબિરોમાં રહેતા તમામ લોકોએ કહ્યુ કે મુખ્યમંત્રી માત્ર ઔપચારિકતા નિભાવવા આવ્યા હતા. પોલિકસર્મીઓએ તેમને પોતાની ફરિયાદો કહેવાથી રોક્યા હતા.

800 લોકો માટે માત્ર 4 શૌચાલય
રાહત શિબિરમાં એક મહિલાએ બૂમો પાડીને કહ્યુ કે રાહત શિબિરમાં 800 લોકો માટે માત્ર 4 શૌચાલય છે. ત્યારબાદ મુખ્યમંત્રીએ કહ્યુ કે અમે બીજા બનાવીશુ. આ રાહત શિબિરોની મુલાકાત કર્યા બાદ મુખ્યમંત્રીએ કહ્યુ કે રાહત કેમ્પોમાં રહેતા લોકોની દેખરેખની જવાબદારી સરકારની છે. અમે એ લોકોને ફરીથી ઘર બનાવવામાં મદદ કરીશુ. તેમના જીવનને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરીશુ. રાહત શિબિરોમાં તમામ સંસ્થાઓના લોકોને લગાવવામાં આવ્યા છે જેથી તેઓ અહીં લોકોની સમસ્યાઓનું નિવારણ કરી શકે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
