Patna Opposition Meet : એરપોર્ટ પર નીતિશ કુમારે કર્યું રાહુલ-ખરગેનું સ્વાગત, 15માંથી 11 પાર્ટીના નેતા પહોંચ્યા
Patna Opposition Meet : પટનામાં વિપક્ષી એકતાની પહેલી બેઠક સવારે 11 કલાકે મુખ્યમંત્રી આવાસ એક અણે માર્ગ પર બેઠક યોજાશે. જેમાં ભારતીય જનતા પાર્ટી સામે એક થઇને લડવાનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે. આ વચ્ચે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખરગે એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમનું સ્વાગત બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કર્યું હતું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગે સહિત 15 વિપક્ષી પાર્ટીઓના નેતાઓ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. આ બેઠકમાં 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને 5 પૂર્વ મુખ્યમંત્રીઓ હાજર રહેશે.

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ ગુરુવારની સાંજે પટના પહોંચી ગયા છે.
આ સિવાય ડાબેરી નેતા ડી રાજા, દીપાંકર ભટ્ટાચાર્ય અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તી પણ પટના પહોંચી ગયા છે. શુક્રવારની સવારે જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લા પણ પહોંચી ગયા છે.
મહાગઠબંધનના સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં સામેલ તમામ પક્ષોના નેતાઓને બોલવાનો સમય મળી રહે, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્રમાં ભાજપને સત્તા પરથી હટાવવાનો છે. આ માટે વિપક્ષી પાર્ટીઓ નવેસરથી એક થઈ રહી છે.
બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવશે. આમાં મુખ્યત્વે વિપક્ષી એકતાનું નામ શું હોવું જોઈએ? તેનું નેતૃત્વ કોણ કરશે? આ અંગે નિર્ણય લઈ શકાય છે. આ સાથે ચૂંટણીમાં ટિકિટની ફોર્મ્યુલા અને કોમન મિનિમમ પ્રોગ્રામ પર પણ ચર્ચા થઈ શકે છે.
વિરોધ પક્ષોની આ બેઠકમાં નીતિશ કુમાર, JDU તરફથી લાલન સિંહ જ્યારે RJD તરફથી તેજસ્વી યાદવ અને લાલુ યાદવ હાજર રહે તેવી શક્યતા છે. આ સિવાય કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જૂન ખડગે અને રાહુલ ગાંધીનો સમાવેશ કરવામાં આવશે.
એનસીપીમાંથી શરદ પવાર, શિવસેનામાંથી ઉદ્ધવ ઠાકરે, એસપીમાંથી અખિલેશ યાદવ, ડીએમકેમાંથી એમકે સ્ટાલિન, જેએમએમમાંથી હેમંત સોરેન, સીપીએમમાંથી સીતારામ યેચુરી, સીપીઆઈમાંથી ડી રાજા, સીપીઆઈ-એમએલમાંથી દીપાંકર ભટ્ટાચાર્ય, પીડીપીમાંથી મહેબૂબા મુફ્તી, નેશનલ કોન્ફરન્સમાંથી મહેબૂબા મુફ્તી. ઓમર અબ્દુલ્લા ઉપરાંત ભગવંત માન પણ AAPના અરવિંદ કેજરીવાલ સાથે હાજરી આપશે. આ સાથે TMCમાંથી મમતા બેનર્જી જોડાશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
