Parliament : જયા બચ્ચન અને જગદીપ ધનખડ વચ્ચે કેવી રીતે શરૂ થયો વિવાદ? જાણો કેમ હંગામો થયો?
રાજ્યસભામાં અધ્યક્ષની ટિપ્પણીને લઈને ભારે વિવાદ થયો છે. હંગામો એટલો વધ્યો કે સંસદને સ્થગિત કરવાની ફરજ પડી છે.
રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને અધ્યક્ષના બોલવાના અંદાજ પર સવાલ ઉઠાવતા આ હંગામો સર્જાયો. આ દરમિયાન અધ્યક્ષ જગદીપ ધનખડ અને જયા બચ્ચન વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ જોવા મળી.

આ હંગામો બીજેપી સાંસદ ઘનશ્યામ તિવારીએ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો મુદ્દો ઉઠ્યો ત્યારે શરૂ થયો. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે અધ્યક્ષ જગદીપ ધનખડને ઘનશ્યામ તિવારીના જૂના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું કે, તિવારીએ ખડગે વિશે જે કહ્યું તે અત્યંત વાંધાજનક હતું. જયરામ રમેશની આ વાતનો જવાબ આપતા અધ્યક્ષે કહ્યું કે તેમણે આ મામલે ખડગે અને તિવારી સાથે વાત કરી છે. અધ્યક્ષે કહ્યું કે તિવારીએ જે પણ કહ્યું તે સંસ્કૃત ભાષામાં હતું, તેઓ માત્ર ખડગેના વખાણ કરી રહ્યા હતા.
આ પછી અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે, બંને મારી ચેમ્બરમાં આવ્યા હતા અને દરેક બાબતની તપાસ કરવામાં આવી. ઘનશ્યામ તિવારીએ કહ્યું હતું કે જો મેં કંઈ વાંધાજનક કહ્યું હોય તો હું માફી માંગવા તૈયાર છું. આ દરમિયાન વિપક્ષના રાજ્યસભાના સાંસદો ભાજપના સાંસદ ઘનશ્યામ તિવારીએ વિપક્ષના નેતા વિશે કરેલી ટિપ્પણીઓને હટાવવાની માંગ કરી રહ્યા હતા.
સપા સાંસદ જયા બચ્ચને અધ્યક્ષ જગદીપ ધનખડની ટિપ્પણી પર સવાલ ઉઠાવ્યા. જેના પર અધ્યક્ષ જગદીપ ધનખડ ગુસ્સે થઈ ગયા અને જયા બચ્ચનને શિષ્ટાચારથી વર્તન કરવાની સલાહ પણ આપી. હકિકતમાં જ્યારે જગદીપ ધનખડે જયા બચ્ચનને તેમના વિચારો વ્યક્ત કરવા કહ્યું, ત્યારે તેમણે તેમને જયા અમિતાભ બચ્ચન કહીને સંબોધ્યા હતા.
આના પર જયા બચ્ચન ગુસ્સે થયા અને વાંધો ઉઠાવ્યો. જયા બચ્ચને અધ્યક્ષ જગદીપ ધનખરને કહ્યું કે, તમારો ટોન બરાબર નથી. આ પછી ધનખડને ગુસ્સો આવ્યો અને બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. આ દરમિયાન અધ્યક્ષે તેમને યોગ્ય વર્તન કરવાની સલાહ આપી દીધી.
બીજી તરફ જયા બચ્ચને કહ્યું કે, હું એક કલાકાર છું, હું બોડી લેંગ્વેજ સમજું છું. હું અભિવ્યક્તિ સમજું છું, માફ કરશો પણ તમારો ટોન યોગ્ય નથી. અધ્યક્ષ અને જયા બચ્ચન વચ્ચેની ચર્ચા બાદ રાજ્યસભામાં હંગામો થયો. આ સાથે જ વિપક્ષી સભ્યોએ ગુંડાગીરી નહીં ચાલેના નારા લગાવીને વોકઆઉટ કરી દીધુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
