લોકસભા ચૂંટણીને લઈ રાજસ્થાનમાં સર્વે, સામે આવ્યા ચોંકાવનારા પરિણામ
લોકસભાના સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો, ભાજપના આવા હાલ થશે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં અમુક મહિના જ બાકી છે અને આ દમિયાન તમામ રાજનૈતિક દળ પોતપોતાનો પ્ચાર અભિયાનને મજબૂતી આપવામાં લાગી ગયા છે. બીજી બાજુ આગામી લોકસભા ચૂંટણીને લઈને પણ કેટલીય એજન્સિઓ સર્વે માટે આંકડાઓ એકઠા કરી રહી છે. ન્યૂઝ નેશને પણ રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી એક ઓપિનિયન પોલ જાહેર કર્યો છે. આ દરમિયાન તમામ 25 લોકસભા ક્ષેત્રોમાં જઈ લોકો પાસેથી તેમનું મંતવ્ય લેવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ સંપન્ન થયેલ વિધાનસભા ચૂંટણીમાં આ રાજ્યમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો અને કોંગ્રેસે સત્તામાં વાપસી કરી હતી. એવામાં કેટલાય સવાલો સામે આવ્યા છે કેમ કે કોંગ્રેસ પોતાનો દબદબો લોકસભા ચૂંટણીમાં પણ યથાવત રાખશે કે પછી ભાજપ આ ચૂંટણી દ્વારા વાપસી કરવામાં સફળ રહેશે.

રાજસ્થાનમાં ભાજપને 40 ટકા વોટ મળવાનું અનુમાન
આ સર્વે મુજબ રાજસ્થાનમાં ભાજપને 40 ટકા વોટ મળવાનું અનુમાન છે જ્યારે કોંગ્રેસને 35 ટકા તથા અન્યોને 10 ટકા વોટ મળવાનું અનુમાન છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 55.61 ટકા વોટ હાંસલ થયો હતો જ્યારે કોંગ્રેસના ખાતામાં 30.73 ટકા વોટ આવ્યા હતા. જો પીએમ પદના ઉમેદવારની વાત કરીએ તો રાજસ્થાનમાં નરેન્દ્ર મોદી અન્ય દાવેદારોથી આગળ છે. રાજસ્થાનના 47 ટકા લોકોએ નરેન્દ્ર મોદીને પીએમ પદની પહેલી પસંદ ગણાવી છે જ્યારે રાહુલ ગાંધીને 31 લોકો પીએમ પદની પસંદ માને છે. અંદાજીત 23 ટકા લોકો આ બંને નેતાઓ સિવાય અન્યોને પીએમ તરીકે જોવા માગે છે.

ભાજપને 16 અને કોંગ્રેસને 9 સીટ પર જીત મળી શકે છે
રાજસ્થાનમાં ન્યૂઝ નેશનલ પોલના સર્વે મુજબ ભાજપને 16 સીટ પર જીત હાંસલ કરવાનું અનુમાન છે, જ્યારે કોંગ્રેસને 9 સીટ મળી શકે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનનું પરિણામ ભાજપ માટે જબરદસ્ત હ્યું હતું, ત્યારે પાર્ટીએ રાજસ્થાનની તમામ 25 સીટ પર જીત હાંસલ કરી હતી. કોંગ્રેસને રાજસ્થાનમાં એકપણ સીટ નહોતી મળી.

બેરોજગારી સૌથી મોટો મુદ્દો
મુખ્ય ચૂંટણી મુદ્દાની વાત કરીએ તો 16 ટકા લોકોએ બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો જ્યારે મોંઘવારી (15 ટકા) ભ્રષ્ટાચાર (12 ટકા), પીએમ પદના ઉમેદવાર (12 ટકા), નોટબંધી-જીએસટી (8 ટકા), બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (7 ટકા), એસસી-એસટી એક્ટ (6 ટકા) અને આતંકવાદ સિવાય અન્ય મુદ્દા પણ રહ્યા. રાજસ્થાનમાં પાછલા વર્ષે લોકસભા ચૂંટણીમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું હતું.

રાફેલ પર રાહુલને મળ્યો 42 ટકા લોકોનો સાથ
કયો પક્ષ રાજસ્થાનની સમસ્યાઓને ઉકેલવાની દિશામાં કામ કરી શકે છે? તેના જવાબમાં 43 ટકા લોકોએ ભાજપના પક્ષમાં વોટ નાખ્યા હતા જ્યારે 39 ટકા લોકોએ કોંગ્રેસના પક્ષમાં વોટ આપ્યા હતા. જ્યારે 52 ટકા લોકો રાજ્યમાં કોંગ્રેસની વર્તમાન સરકારના કામકાજથી ખુશ છે જ્યારે 42 ટકા લોકોને એવું નથી લાગતું. રાજ્યના 51 ટકા લોકોને લાગે છે કે પછાતોને આપવામાં આવતો આરક્ષણનો લાભ ભાજપને મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
