મોદી કેબિનેટ પર મંથન: ભાજપના વરિષ્ઠ નેતાઓ વચ્ચે મુલાકાત જારી
નવી દિલ્હી, 19 મે: નવી દિલ્હી સરકારના મંત્રિમંડળનું માળખું તૈયાર કરવાને ધ્યાનમાં રાખતા નરેન્દ્ર મોદી સોમવારે પણ ગુજરાત ભવનમાં ભાજપના વરિષ્ઠ નેતાઓની સાથે મળી રહ્યા છે. મોદી આજે બીજા દિવસે પણ દિલ્હીમાં છે અને સરકારના ગઠનને લઇને આજે પણ આખો દિવસ પાર્ટીની અંદર રાજનૈતિક ગરમાગરમી બની રહેવાની શક્યતા છે. નવા મંત્રિમંડળનું માળખું તૈયાર કરવાને લઇને મોદી અને રાજનાથની સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓને મળવાનો સિલસિલો આજે સવારથી જ ચાલુ થઇ ગયો છે. જ્યારે કેન્દ્રમાં ભાજપ સરકાર બનતા પહેલા મોટા મંત્રાલયોને લઇને ચર્ચાનો દૌર શરૂ થઇ ગયો છે. એક જ વિભાગ માટે ઘણા દાવેદારો સામે આવ્યા છે.
ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી અને અમિત શાહએ આજે ગુજરાત ભવન જઇને મોદીની સાથે મુલાકાત કરી. જ્યારે રાજનાથ સિંહને ઉમા ભારતી, સીપી ઠાકુર, વરુણ ગાંધી અને નજમા હેપતુલ્લાએ મુલાકાત કરી. આ ઉપરાંત, અનુરાગ ઠાકુર પણ રાજનાથ સિંહને મળવા ગયા હતા. જ્યારે પૂર્વ કોંગ્રેસ નેતા જગદંબિકા પાલ પણ રાજનાથને મળવા પહોંચ્યા છે.
નવી સરકારમાં કોની શું ભૂમિકા રહેશે અને કોને કયું મંત્રાલય મળશે, તેની પર સંઘનો પણ મત લેવામાં આવી શકે છે. જોકે સંઘે એ સ્પષ્ટ કરી દીધું હતું કે કેબિનેટની રચનામાં સંઘની કોઇ ભૂમિકા નહીં હોય.
આ પહેલા રવિવારના રોજ આખા દિવસે મોદી અને ભાજપ નેતાઓની વચ્ચે મુલાકાતોનો દૌર જારી રહ્યો. આ ક્રમમાં એલજેપી નેતા રામવિલાસ પાસવાન અને તેમના બેટા ચિરાગ પાસવાને પણ મોદી સાથે મુલાકાત કરી.
કહેવાય છે કે સુષમા સ્વરાજની નજર ગૃહ મંત્રાલય પર છે. સાથે જ સુષમાને વિદેશ મંત્રાલય મળવાની પણ ચર્ચા છે. જ્યારે રાજનાથ સિંહ પણ ગૃહ મંત્રાલયની રેસમાં છે. આ ઉપરાંત રાજનાથને રક્ષા મંત્રાલય આપવાની પણ ચર્ચા છે.
અરૂણ જેટલી અને અરુણ શૌરી બંનેની નજર નાણામંત્રાલય પર ટકેલી છે. અમૃતસર બેઠકથી હારી જવા છતાં જેટલીને મોટું પદ મળવાની સંભાવના છે, જોકે જેટલી શરૂઆતથી જ મોદીના સમર્થનમાં સાથે હતા. જેટલી પહેલા પણ કોમર્સ મિનિસ્ટ્રીનું પદભાર સંભાળી ચૂક્યા છે. આ ઉપરાંત અડવાણીને લોકસભા સ્પીકર બનાવી શકાય છે જ્યારે ગડકરીની ખ્વાઇશ ફરીથી ભાજપ અધ્યક્ષ બનવાની છે.
મોદીના ખાસ અમિત શાહ નવા રેલ મંત્રી બની શકે છે. મોદીને આ વિભાગમાં એવા વ્યક્તિની જરૂરત હશે જે ઝડપથી પડકારો અને યોજનાઓને પૂર્ણ કરી શકે. જ્યારે મુરલી મનોહર જોશીને પણ મહત્વનો વિભાગ આપવાની ચર્ચા છે.
આ ઉપરાંત જે અન્ય નેતાઓને નવી સરકારમાં મહત્વની જવાબદારી મળી શકે છે તેમાં વૈંકેયા નાયડુ, નીતિન ગડકરી, સ્મૃતિ ઇરાણી, પૂનમ મહાજન, કિરિટ સોમૈયા, કલરાજ મિશ્ર, અનંત કુમાર, બીએસ યેદિયુરપ્પા, સુમિત્રા મહાજન, રાજીવ પ્રતાપ રુડી, વીકે સિંહ, અને સત્યપાલ સિંહના નામનો સમાવેશ થાય છે.
અત્રે નોંધનીય છે કે મંગળવારે ભાજપ સંસદીય બોર્ડની બેઠક મળવાની છે. એવામાં મોદીના વડપણ હેઠળ હવે નવા મંત્રીમંડળને લઇને બેઠકોનો દૌર ઝડપી બની રહ્યો છે. ભાજપની કોશિશ એ રહેશે કે સરકાર ગઠન પહેલા વિભાગોની વહેંચણીને લઇને તમામ મતભેદો અને અસહમતિયોને ખત્મ કરી શકાય.
કોને કયો વિભાગ મળવાની સંભાવના..

સુષમા સ્વરાજ
સુષમા સ્વરાજની નજર ગૃહ મંત્રાલય પર છે. સાથે જ સુષમાને વિદેશ મંત્રાલય મળવાની પણ ચર્ચા છે.

રાજનાથ સિંહ
રાજનાથ સિંહ પણ ગૃહ મંત્રાલયની રેસમાં છે. આ ઉપરાંત રાજનાથને રક્ષા મંત્રાલય આપવાની પણ ચર્ચા છે.

અરૂણ જેટલી
અરૂણ જેટલી અને અરુણ શૌરી બંનેની નજર નાણામંત્રાલય પર ટકેલી છે. અમૃતસર બેઠકથી હારી જવા છતાં જેટલીને મોટું પદ મળવાની સંભાવના છે, જોકે જેટલી શરૂઆતથી જ મોદીના સમર્થનમાં સાથે હતા. જેટલી પહેલા પણ કોમર્સ મિનિસ્ટ્રીનું પદભાર સંભાળી ચૂક્યા છે.

અડવાણી
આ ઉપરાંત અડવાણીને લોકસભા સ્પીકર બનાવી શકાય છે જ્યારે ગડકરીની ખ્વાઇશ ફરીથી ભાજપ અધ્યક્ષ બનવાની છે.

અમિત શાહ
મોદીના ખાસ અમિત શાહ નવા રેલ મંત્રી બની શકે છે. મોદીને આ વિભાગમાં એવા વ્યક્તિની જરૂરત હશે જે ઝડપથી પડકારો અને યોજનાઓને પૂર્ણ કરી શકે.

મુરલી મનોહર જોશી
મુરલી મનોહર જોશીને પણ મહત્વનો વિભાગ આપવાની ચર્ચા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
