Michaung Updates: વાવાઝોડુ 'મિચૌંગ' નબળુ પડ્યુ, સંકટ ટળ્યુ નથી, આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
Cyclone Michaung Updates: વાવાઝોડજુ 'મિચોંગ' એ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં વિનાશ વેર્યો છે, જો કે આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ કર્યા પછી તે નબળું પડી ગયું છે, પરંતુ તેમ છતાં, તેનુ જોખમ હજુ પણ કેટલાક રાજ્યો પર મંડરાઈ રહ્યો છે કારણ કે તેની અસર આગામી 6 કલાક સુધી રહેશે. જેના પરિણામે હવામાન વિભાગે આજે પણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
તમિલનાડુમાં મિચૌંગ વાવાઝાડોએ ભારે હાહાકાર મચાવ્યો છે. જેના નુકસાનમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગશે. હાલમાં તમિલનાડુમાં વરસાદ બંધ થઈ ગયો છે અને દરિયાકાંઠાના વિસ્તારો સિવાય આજે અહીં વરસાદની કોઈ શક્યતા નથી.

તમિલનાડુમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ પર વૃક્ષો પડી ગયા છે અને ઘણી જગ્યાએ વીજ પુરવઠો હજુ પણ અસરગ્રસ્ત છે. તમિલનાડુમાં ચેન્નાઈ, તિરુવલ્લુર, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, રાનીપેટ, વેલ્લોર, તિરુપત્તુર, તિરુવન્નામલાઈ, વિલ્લુપુરમ અને કન્યાકુમારીમાં સાંજ સુધી હળવો વરસાદ પડી શકે છે.
આંધ્રપ્રદેશમાં નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા, કાકીનાડા અને પૂર્વ ગોદાવરીમાં ભારે વરસાદ પડી શકે છે. રાયલસીમામાં ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ઓડિશામાં ગંજમ, ગજપતિ, રાયગડા, પુરી, જગતસિંહપુર અને મલકાનગીરી, કોરાપુટ, રાયગડા અને કાલાહાંડી ઝારખંડમાં આજે વરસાદ થવાની સંભાવના છે.
વાાવાઝોડા મિચૌંગના કારણે ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે તમિલનાડુમાં કુલ 13 લોકોના મોત થયા છે, જેમાંથી 7 લોકોના મોત એકલા ચેન્નાઈમાં થયા છે. અહીંના ઘણા જિલ્લા હજુ પણ પાણીમાં ડૂબી ગયા છે. વરસાદને કારણે ઘણી જગ્યાએ રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે 140 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે અને 40 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. તોફાનથી 390,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી માત્ર 52,000 લોકોને જ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ





Click it and Unblock the Notifications
