MCD election result 2022 : AAP ના ઉમેદવાર બોબીની જીત, બનશે પ્રથમ ટ્રાન્સઝેન્ડર સભ્ય
MCD election result 2022 : હાલ દિલ્હી નગર નિગમની ચૂંટણીની મતગણતરી કરવામાં આવી રહી છે. જેમાં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. આ સાથે સાથે એક બાદ એક આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતી રહ્યા છે.
MCD election result 2022 : હાલ દિલ્હી નગર નિગમની ચૂંટણીની મતગણતરી કરવામાં આવી રહી છે. જેમાં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. આ સાથે સાથે એક બાદ એક આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતી રહ્યા છે. MCDની ચૂંટણીમાં દિલ્હીના સુલ્તાનપુરી-એ વોર્ડથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર બોબીની જીત થઇ છે. ઉલ્લેખનીય છે કે, બોબી એક ટ્રાન્સઝેન્ડર છે, જેનાથી MCD માં પહેલીવાર ટ્રાન્સઝેન્ડર સભ્યનો પ્રવેશ થશે.

એક્ઝિટ પોલના આંકડાથી હરામ થઇ ગઇ હતી દિલ્હી ભાજપની ઉંઘ
દિલ્હી નગર નિગમની ચૂંટણી પરિણામના એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહી છે. આ આંકડાઓએ દિલ્હી ભાજપની ઉંઘ હરામ થઇ ગઇ છે. આ સાથે આમ આદમી પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને 149-171 બેઠક મળી શકે છે. આ સાથે ભાજપને માત્ર 69-91 બેઠકો મળી શકે છે. આ સાથે કોંગ્રેસને 3-7 બેઠક મળી શકે છે. આ ઉપરાંત 5-9 સીટો અન્યને મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં ભાજપનો દબદબો રહ્યો છે. આ પહેલા થયેલી દિલ્હી નગર નિગમની 11 ચૂંટણીમાંથી ભાજપે (જનસંઘ અને જનતા પાર્ટી) સાત વાર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસ ત્રણ વાર જીતવામાં સફળ રહી છે.
MCDના પરિણામો પહેલા આમ આદમી પાર્ટીની ઓફિસને શણગારવામાં આવી છે. મોડી રાત સુધી આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં સાઉન્ડ સિસ્ટમ, ખુરશીઓ અને બલૂન લગાવવામાં આવ્યા હતા. પરિણામ જોવા માટે પાર્ટી ઓફિસમાં જ મોટી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે.
તમામ એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળતી દેખાઈ રહી છે. ભાજપના દિલ્હી એકમ કાર્યાલયમાં અંધકાર છવાઈ ગયો છે. પક્ષના નેતાઓને આશા છે કે, મત ગણતરી દરમિયાન એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે. આપના MCD ચૂંટણી પ્રભારી દુર્ગેશ પાઠકે જણાવ્યુ હતુ કે, અમે એક્ઝિટ પોલની આગાહી કરતા વધુ સારા પરિણામોની અપેક્ષા રાખીએ છીએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
