Mamata Banerjee : મમતા બેનર્જીએ INDIA ગઠબંધનના નેતા તરીકે સપોર્ટ કરનારા લોકોનો આભાર માન્યો
Mamata Banerjee : મમતા બેનર્જીએ ઈન્ડિયા ગઠબંધનના નેતા તરીકે તેમને સપોર્ટ કરનારા લોકોનો આભાર માન્યો છે.
મમતા બેનર્જીએ કહ્યું કે, હું એ તમામ નેતાઓની આભારી છું જેમણે મને આ સન્માન આપ્યુ. હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરૂ છું, તે અને તેમની પાર્ટી સારૂ કરે.

મમતા બેનર્જીએ હરિયાણા અને મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકના ખરાબ પ્રદર્શન પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, મેં ઈન્ડિયા ગઠબંધન કર્યું. જો તેનું નેતૃત્વ કરનારાઓ તેને યોગ્ય રીતે ચલાવી ન શકે તો પછી હું શું કરી શકું? હું તો એટલું જ કહીશ કે બધાને સાથે લઈને ચાલવું જોઈએ.
રે મમતા બેનર્જીને ઈન્ડિયા બ્લોકમાં નેતૃત્વ વિશે પૂછાયેલા એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, જો તક આપવામાં આવે તો હું બંગાળમાંથી જ ગઠબંધનનું નેતૃત્વ કરવા તૈયાર છું. હું બંગાળની બહાર જવા માંગતી નથી, પણ હું તેને અહીંથી ચલાવી શકું છું.
અહેવાલો અનુસાર, મમતા બેનર્જીને લાલુ પ્રસાદ યાદવ અને શરદ પવાર સહિતના ટોચના વિપક્ષી નેતાઓનું સમર્થન મળ્યું છે.
લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, બેનર્જીએ ઈન્ડિયા બ્લોકનું નેતૃત્વ કરવું જોઈએ, જે ભાજપનો સામનો કરવા લોકસભા ચૂંટણી પહેલા રચવામાં આવ્યુ હતુ. કોંગ્રેસના વાંધાઓનો કોઈ અર્થ નથી. અમે મમતા બેનર્જીને સમર્થન આપીશું. મમતાને નેતૃત્વ સોંપવું જોઈએ. અમે 2025માં ફરી સરકાર બનાવીશું.
શરદ પવારે કહ્યું કે, તે (મમતા બેનર્જી) આ દેશના અગ્રણી નેતા છે. તેમની પાસે તે ક્ષમતા છે. સંસદમાં તેમના દ્વારા ચૂંટાયેલા નેતાઓ જવાબદાર, સંનિષ્ઠ અને જાગૃત લોકો છે. તેમને આવું કહેવાનો અધિકાર છે સપા નેતા ઉદયવીર સિંહે પણ મમતા બેનર્જીના નિવેદનને સમર્થન આપ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
