જાણો: પીએમ મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં શું કહ્યું
70માં સ્વતંત્રતા દિવસ પર દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું ભાષણ. જાણો આ ભાષણના તમામ મહત્વના મુદ્દાઓ અહીં.
સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશની જનતાને સંબોધિત કરી. પીએમે તેમના સંબોધનમાં ગોરખપુરથી લઇને અનેક મોટા બિંદુઓ પર પોતાનો અભિપ્રાય આપ્યો. ત્યારે જાણો શું હતું પીએમ મોદીના ભાષણમાં ખાસ અહીં.પીએમ મોદીએ તેમના ભાષણની શરૂઆતમાં દેશ માટે બિલદાન આપનાર તમામ લોકોના યોગદાનને યાદ કરીને તેમને નમન કર્યું હતું. સાથે જ ગોરખપુર ઘટના અંગે સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે ભારતના તમામ લોકો આ ઘટના માટે તમારી સાથે જ ઊભા છે. વધુમાં તેમણે કહ્યું આ એક ખાસ વર્ષ છે. ભારત છોડો આંદોલનની 75મી વર્ષગાંઠ, ચંપારણ સત્યાગ્રહની 100મી વર્ષગાંઠ અને ગણેશ ઉત્સવની 125મી વર્ષગાંઠ આ વર્ષે ઉજવવામાં આવશે.

પીએમ મોદીના ભાષણના મહત્વના મુદ્દાઓ
- આપણા દેશમાં બધાનું સન્માન થાય છે. નાનું હોય કે મોટા. તમામ લોકો સાથે મળીને એક સકારાત્મક બદલાવ લાવી શકે છે. 1 જાન્યુઆરી 2018 કોઇ સામાન્ય દિવસ નથી. આ દિવસે જન્મનાર તમામ આપણા દેશનો ભાગ્ય વિધાતા હશે 21મી સદીમાં જન્મતા તમામ નૌજવાનો માટે આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ હશે. આ યુવાઓ 18 વર્ષના થઇ જશે.
- આપણે "ચલતા હૈ"નો રવૈયો છોડવો પડશે. આપણે આપણા વિચાર બદલવા પડશે. દેશને આગળ વધવામાં મદદ કરવી પડશે. સર્જિકલ સ્ટ્રાઇક વિષે બોલતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક થઇ ત્યારે સમગ્ર દુનિયાએ ભારતની તાકાત જાણી.
- દેશની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અનેઅમારી સેનાએ હંમેશા પોતાની તાકાત સાબિત કરી છે. આજે પ્રામાણિકોનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે અને અપ્રમાણિક લોકો પાસે માથું છુપાવવા માટે જગ્યા નથી.
- જીએસટી મામલે બોલતા પીએમ મોદીએ કહ્યું કે દેશ જીએસટીના સમર્થન માટે સાથે આવ્યો છે અને તેની ટેકનીકલ મદદ પણ કરી છે.
- વન રેન્ક વન પેન્શન લાગુ કરવા પર પીએમએ કહ્યું આનાથી સુરક્ષા બળોનો વિશ્વાસ વધ્યો છે. પીએમ મોદીએ આંતકવાદ પર પણ કહ્યું કે તમને જાણીને ખુશી થશે કે આજે આંતકવાદની વિરુદ્ધની આપણી આ લડાઇમાં આપણે એકલા નથી. અનેક દેશોએ આ વાતે આપણું સમર્થન કર્યું છે. આતંકવાદ વિરુદ્ધ કોઇ ઠીલ ના વર્તાવી જોઇએ. આતંકવાદીઓને અમે અનેક વાર મુખ્યધારામાં આવવા માટે કહ્યું છે.
- કાશ્મીર મામલે પીએમ મોદીએ કહ્યું કે ના ગાળથી સમસ્યા ઓછી થશે ના જ ગોળીથી.... સમસ્યાનો અંત લાવવો હોય તો ગળે લાગવું પડશે. થોડાક અલગાવવાદી નવા-નવા કાવતરાં રાખી રહ્યા છે.
- ગેસ સબસિડિ પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે ગેસ સબસિડી હોય કે સ્વચ્છ ભારત કે પછી નોટબંધી ભારતના લોકો તમામ વસ્તુઓને લાગુ કરવા માટે પૂર્ણ સહયોગ આપે છે. વધુમાં તેમણે મંગલયાનને યાદ કરીને કહ્યું કે 9 મહિનામાં આપણે મંગલયાન પહોંચી ગયા છીએ. આ આપણી ક્ષમતા છે પણ એક રેલ પ્રોજેક્ટ પાછલા 42 વર્ષોથી અટકાઇને ઊભો છે.
- ન્યૂ ઇન્ડિયાનું લોકતંત્ર તેવું હોવું જોઇએ જેમાં તંત્રથી લોક નહીં પણ લોકથી તંત્ર ચાલે. આપણે આપણા યુવાનો માટે નોકરીઓ ઊભી કરનાર બનવું પડશે નહીં કે નોકરી શોધીનાર.
- ત્રણ તલાક પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે દેશમાં ત્રણ તલાકની વિરુદ્ધ આંદોલનનું નિર્માણ થયું. અને મારી જે બહેનો આ માટે લડી રહી છે તેમને અભિનંદન છે.
- આસ્થાના નામે હિંસા ક્યારેય સ્વીકાર નહીં કરવામાં આવે. પહેલા નારો હતો ભારત છોડો હવે નારો છે ભારત જોડો. દેશમાં શાંતિ, એકતા અને સમભાવનાથી સાથે ચાલવો જોઇએ. બધાને સાથે મળીને આપણી સભ્યતા અને સંસ્કૃતિની સાચવવી જોઇએ.
- પીએમ મોદીએ કહ્યું કે દેશમાં હવે લૂટ નહીં ચાલે. બધાને જવાબ આપવો પડશે. ભષ્ટ્રાચાર અને કાળા નાણાંની વિરુદ્ધ અમારી લડાઇ હજી વધુ આગળ વધશે. આપણે બધા મળીને એક તેવો દેશ બનાવીશું જેમાં ખેડૂતો ચિંતા નહીં નિરાંતથી સુઇ શકે. આજે તેઓ જેટલું કમાય છે તેનાથી બે ગણું તે 2022 સુધી કમાશે. આપણે બધાએ મળીને ભારત બનાવાનું છે. જ્યાં ગરીબ પાસે પાક્કુ ઘર હોય. વિજળી હોય, પાણી હોય. 14 હજારથી વધુ ગામોમાં પહેલી વાર વિજળી પહોંચી છે.
- આપણે તેજસ હવાઇ જહાજ દ્વારા દુનિયાની અંદર પોતાની ધાક જમાવી છે. સસ્તી દવાઓથી ગરીબોને ખૂબ જ રાહત મળી છે. આપણે ગરીબ અને મધ્યવર્ગને સાથે મળીને યોજના શરૂ કરવી પડશે. અને જિલ્લા સ્તરે ડાયલિસિસ પહોંચાવવામાં આવ્યું છે.
- શાસ્ત્રોમાં કહ્યું છે કે અનિયત કાલા: પ્રવૃત્તયો વિપ્લવન્તે. જો યોગ્ય સમયે કોઇ કાર્ય પૂર્ણ નથી થયું તો પછી પસંદગીનું પરિણામ નથી મળતું.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
