Maharashtra New Cm : એકનાથ શિંદે કેમ નારાજ થયા? જાણો શું છે સતારા જવા પાછળનું સાચુ કારણ?
Maharashtra New Cm : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ પણ બીજેપી માટે ટેન્શન ઓછુ નથી થઈ રહ્યું. અહેવાલો પર વિશ્વાસ કરીએ બીજેપી માટે ફરીથી વિકટ સ્થિતી સર્જાઈ રહી છે.
એક તરફ રાજ્યના નવા સીએમને લઈને રાહ જોવાઈ રહી છે તો બીજી તરફ કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે સતારા રવાના થઈ ગયા છે. તેમની મુંબઈમાં ગેરહાજરીએ ઘણા સવાલ ઉભા કર્યા છે.

233 સીટો પર જીત્યા બાદ મહાયુતિ ગઠબંધનમાં નવી સરકારના મંત્રાલયમાં વિભાગોની ફાળવણી અને મુખ્યમંત્રીની પસંદગી અંગે હજુ પણ ચર્ચાઓ ચાલી રહી છે.
અમિત શાહ સાથે બેઠક યોજીને પરત ફરેલા એકનાથ શિંદે અચાનક સતારામાં તેમના ગામે રવાના થઈ ગયા છે. આ પછી બાદ અટકળો શરૂ થઈ હતી કે તે ગુસ્સે છે.
જણાવી દઈએ કે, ગુરુવારે અમિત શાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેબિનેટના વિભાજનને લઈને મહાયુતિના ત્રણ નેતાઓ એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને બે કલાક બેઠક યોજી હતી.
આ બેઠક બાદ અપેક્ષાથી વિરૂદ્ધ હજુ પણ મહાયુતિની નવી સરકારની રચના અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. બેઠકમાંથી પરત ફર્યા બાદ એકનાથ શિંદે સતારા પાસે આવેલા તેમના ગામ રવાના થઈ ગયા છે.
હવે શિવસેનાએ સ્પષ્ટતા કરી છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી વાતચીતથી અસંતુષ્ટ નથી, તે માત્ર અફવા છે. શિંદેની વતન સતારાની અચાનક મુલાકાત રાજકીય મડાગાંઠને કારણે નહીં પરંતુ તેમની માંદગીને કારણે હતી.
રાજ્યના આઉટગોઇંગ મિનિસ્ટર ઉદય સામંતે કહ્યું કે, તેઓ અસ્વસ્થ. એ કહેવું યોગ્ય નથી કે તેઓ ત્યાં ગયા કારણ કે તેઓ નારાજ છે. તેમણે કહ્યું હતું કે તેઓ રડશે નહીં પરંતુ રાજ્યના કલ્યાણ અને વિકાસ માટે લડશે.
ઉદય સામંતે કહ્યું કે, એકનાથ શિંદે ગઠબંધનમાં ચર્ચાના કેન્દ્રમાં છે, ખાસ કરીને નવી સરકારમાં તેમની ભૂમિકાને લઈને તેમના પદ અંગે અનિશ્ચિતતા હોવા છતાં શિંદે વાટાઘાટોમાં મુખ્ય વ્યક્તિ છે.
તેમણે મહારાષ્ટ્ર કેબિનેટને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવાની તેમની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરીને ચર્ચાઓ ચાલુ રાખવા માટે વિડિયો કોન્ફરન્સિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાના મહત્વ પર ભાર મૂક્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
