maharashtra new cm : 5 ડિસેમ્બરે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી શપથ લઈ શકે છે, જાણો કોને મળી શકે છે તાજ?
maharashtra new cm : મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની નારાજગીના અહેવાલો વચ્ચે શપથગ્રહણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. અહેવાલો પર વિશ્વાસ કરીએ તો નવી સરકાર 5 ડિસેમ્બરે શપથ લઈ શકે છે.
પરિણામ આવ્યાને એક અઠવાડિયાનો સમય વિતવા છતા નવા મુખ્યમંત્રીની જાહેરાતનું કોકડુ ગુચવાયુ છે. મહાયુતિ વચ્ચે સતત તેને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

આ ચર્ચા વચ્ચે સમાચાર આવી રહ્યાં છે કે મહારાષ્ટ્રની નવી સરકારની રચના અને મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે યોજાઈ શકે છે.
જો કે આગામી મુખ્યમંત્રીનું નામ હજુ નક્કી થયું નથી, પરંતુ શિવસેનાના નેતા સંજય શિરસાટે સંકેત આપ્યા છે કે સસ્પેન્સ જલ્દી સમાપ્ત થઈ શકે છે. સંજય શિરસાટેના સંકેતો અનુસાર, એકનાથ શિંદે ટૂંક સમયમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરવા જઈ રહ્યા છે. આ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.
જણાવી દઈએ કે, શુક્રવારે મહાયુતિની બેઠક યોજાવાની હતી પરંતુ એકનાથ શિંદે અચાનક સતારા રવાના થઈ ગયા. આ પછી શિંદેની નારાજગીની અટકળો શરૂ થઈ. જો કે, શિવસેનાના ઉદય સામંતેએ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યુુ અને કહ્યું કે શિંદે નાદુરસ્ત તબિયતને કારણે સતારા ગયા છે.
જો કે સત્ય એ છે કે મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલા તેઓ વારંવાર તેમના વતન ગામની મુલાકાત લે છે. સંજય શિરસાટે પણ આવું જ નિવેદન આપ્યું છે, હવે એ નિશ્ચિત છે કે શિંદે આજે પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
