Maharashtra New Cm : બીજેપી સાથે બગાવત કરવાની તૈયારી કરી રહ્યાં છે એકનાથ શિંદે? NCP સાથે મળીને કરી શકે છે ગેમ?
Maharashtra New Cm : મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત બાદ પણ મુખ્યમંત્રીના નામની જાહેરાત નથી થઈ રહી છે. એકનાથ શિંદેની પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સીએમની જાહેરાત ન થતા ઘણી અટકળો લાગી રહી છે.
એક તરફ બીજેપી મુખ્યમંત્રીના નામ માટે મંથન કરી રહી તો બીજી તરફ એકનાથ શિંદે નારાજ હોવાના અહેવાલો વહેતા થયા છે.

મહારાષ્ટ્રમાં સીએમના નામની જાહેરાત થાય તે પહેલા જ એકનાથ શિંદે અચાનક સતારા પહોંચ્યા છે. તેમના સતારા જવાના સમાચારોએ નારાજ હોવાની અટકળોને વેગ આપ્યો છે.
અહેવાલો એવા પણ આવી રહ્યાં છે કે એકનાથ શિંદે પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની જેમ બગાવતનો રસ્તો અપનાવી શકે છે. સમાચારો એવા પણ છે કે શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડ સાથે પણ તેમને મુલાકાત કરી છે. જો કે આ મુલાકાત અંગત હોવાનું કહેવાયુ છે.
જિતેન્દ્ર આવ્હાડને મળ્યા બાદ એકનાથ શિંદે સતારામાં તેમના ગામ જવા રવાના થયા છે. તેઓ અહીં બે દિવસ રોકાશે. આ સ્થિતિમાં સરકારની રચનાને લઈને કોઈ બેઠક થવાની કોઈ શક્યતા નથી. બીજી તરફ શિંદે જૂથના ધારાસભ્ય ઉદય સામંતે કહ્યું કે એકનાથ શિંદે નારાજ નથી, તેમની તબિયત ઠીક નથી. એટલા માટે તે સતારા ગયા છે.
જો એકનાથ શિંદે બગાવત કરશે તો મહારાષ્ટ્રમાં બીજેપી ફરીથી 2019ની સ્થિતિમાં આવી જશે. ત્યારે પણ ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. જો કે, પરિણામો પછી ઉદ્ધવ ઠાકરે અને ભાજપ વચ્ચે સીએમ પદને લઈને ઝઘડો શરૂ થયો.
ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો હતો કે ચૂંટણી પહેલા અમિત શાહે તેમને 2.5-2.5 વર્ષ માટે સીએમ બનવાનું વચન આપ્યું હતું. જો કે, ભાજપે આવા કોઈ વચન આપવાનો ઈન્કાર કર્યો અને ગઠબંધન તુટી ગયુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
