Maharashtra New CM : બીજેપીએ એકનાથ શિંદેને કેવી રીતે CM પદ છોડવા મજબુર કર્યા? સામે આવી ગયુ કારણ
Maharashtra New CM : મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે માટે ચૂંટણી જીતીને પણ સીએમ પદ છોડવાની નોબત આવી છે. બીજેપીએ તેમને સીએમ પદ છોડવા મજબુર કરી દીધા છે.
અહેવાલો પર વિશ્વાસ કરીએ તો બીજેપીએ એકનાથ શિંદેને સીએમ પદ છોડવા મનાવ્યા નથી પણ મજબુર કર્યા છે. આમ કરવા પાછળ એકનાથ શિંદેનો દિકરો પણ એક કારણ છે.

એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરીને સીએમ પદથી રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી છે. તેમણે નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર છોડ્યો છે.
આ પછી સ્પષ્ટ થઈ ગયું છે કે મહારાષ્ટ્રમાં બીજેપીના સીએમ બનશે. હવે સવાલ એ છે કે એકનાથ શિંદે બેકફૂટ પર આવી ગયા અને મુખ્યમંત્રી પદની જીદ છોડી દેવાનો નિર્ણય લીધો તો ચાર દિવસ સુધી શિવસેનાએ એકનાથ શિંદેને ફરીથી મુખ્યમંત્રી બનાવવા ડ્રામા કેમ કર્યો?
અહીં એક વાતે તમામ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે કે એકનાથ શિંદેએ સીએમ પદ છોડવા સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહના વખાણ કર્યા છે. મહારાષ્ટ્ર તેમણે મહાયુતિ સરકાર અને તેમના સફળ સીએમ કાર્યકાળને પણ શ્રેય આપ્યો, આ સાથે ઉદ્ધવ ઠાકરેનું નામ લેતા એકનાથે કહ્યું કે અમે ઉદ્ધવ ઠાકરે નથી,. જો તેમને સીએમ પદ ન મળે તો છોડી દે.
એકનાથ શિંદેના બદલાયેલા સૂર અને સીએમ પદ છોડવાના આગ્રહનું કારણ તેમના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદે હોવાનું માનવામાં આવે છે. સૂત્રો અનુસાર, એકનાથ શિંદેએ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મહારાષ્ટ્ર કેબિનેટમાં તેમના પુત્ર શ્રીકાંત શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવા માંગ કરી હતી.
અહેવાલો અનુસાર, શિંદે તેમના પુત્ર શ્રીકાંત શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવાની માંગ પૂરી થાય તો પોતે બહાર રહેવા તૈયાર હતા. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે શિંદેની આ માંગને ભાજપના ટોચના નેતૃત્વએ સ્વીકારી લીધી છે. આ જ કારણ છે કે શિંદે રેસમાંથી ખસી ગયા છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
