Maharashtra New CM : મહારાષ્ટ્રના સીએમને લઈને અજીત પવારે પત્તા ખોલ્યા, જાણો કોને મળશે ખુરશી?
Maharashtra CM News : મહારાષ્ટ્રમાં નવા સીએમ કોણ બનશે તેને લઈને કોકડું ગુચવાયુ છે. અટકળોનું બજાર ગરમ છે ત્યારે અજીત પવારે પત્તા ખોલ્યા છે.
અહેવાલો અનુસાર, મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર 5 ડિસેમ્બરે શફથ લઈ શકે છે. મુંબઈના આઝાદ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં નવા સીએમ શપથ લેશે.

અજીત પવારે જણાવ્યુ કે, મહારાષ્ટ્રના આગામી સીએમ બીજેપીના જ હશે. અજીત પવારે કહ્યું કે, મહાયુતિના સહયોગી પક્ષોમાંથી બે ડેપ્યુટી સીએમ હશે.બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે મહાયુતિ બીજેપીના મુખ્યમંત્રી અને બાકીની બે પાર્ટીઓના નાયબ મુખ્યમંત્રીઓ સાથે મળીને સરકાર બનાવાશે.
જણાવી દઈએ કે, મહાયુતિ ગઠબંધનમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની NCP સામેલ છે. આ ગઠબંધને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત મેળવી છે.
ચૂંટણીમાં બીજેપી 132 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની છે. શિવસેના અને એનસીપીએ 57 અને 41 બેઠકો જીતી છે. સરકારની રચનામાં વિલંબ થયો હતો અને આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે અનિશ્ચિતતા હતી. પરંતુ હવે શપથગ્રહણની તારીખ આવી ગઈ છે.
શપથ ગ્રહણ વિશે વાત કરતા મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે, મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે.
જો કે, મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સૂત્રો અનુસાર, દેવેન્દ્ર ફડણવીસ રેસમાં સૌથી આગળ છે. ફડણવીસ અગાઉ બે વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને એકનાથ શિંદેની અગાઉની સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
