Maharashtra Exit Poll 2024 : મહારાષ્ટ્રમાં કોની સરકાર? જાણો શું કહે છે MATRIZE એક્ઝિટ પોલ?
Maharashtra Election exit polls 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પુરી થતાની સાથે જ એક્ઝિટ પોલ સામે આવી રહ્યાં છે.
તમામ લોકોની નજર એના પર છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિ વાપસી કરશે કે મહા વિકાસ અઘાડી વાપસી કરશે ત્યારે એક્ઝિટ પોલ્સના આંકડાએ તમામ લોકોને ચૌકાવ્યા છે.

MATRIZE ના એક્ઝિટ પોલના આંકડા અનુસાર, મહારાષ્ટ્રમાં મહાયુતિને 150-170 બેઠકો મળી શકે છે. બીજી તરફ મહા વિકાસ અઘાડીને 110-130 બેઠકો મળી શકે છે. આ સિવાય અન્યના ખાતામાં 8-10 બેઠકો જઈ શકે છે.
ચાણક્ય સ્ટ્રેટેજિસ અનુસાર, મહાયુતિને મહારાષ્ટ્રમાં 152 થી 160 બેઠકો મળવાની ધારણા છે જ્યારે MVA ગઠબંધનને 130 થી 138 બેઠકો મળવાની ધારણા છે. અન્યને 6 થી 8 બેઠકો મળી શકે છે.
જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. અહીં મુખ્ય મુકાબલો મહાયુતિ સરકાર અને વિપક્ષ મહા વિકાસ આઘાડી વચ્ચે છે. મહાયુતિમાં ભાજપ, શિવસેના શિંદે જૂથ અને NCP અજિત પવાર જૂથ સામેલ છે.
બીજી તરફ મહા વિકાસ અઘાડી ગઠબંધનમાં કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ અને એનસીપી શરદ પવાર સામેલ છે. મહાગઠબંધનમાં સામેલ ભાજપ 149 સીટો પર, શિવસેના 81 સીટો પર અને અજિત પવારની એનસીપી 59 સીટો પર ચૂંટણી લડી રહી છે.
મહા વિકાસ અઘાડીમાં કોંગ્રેસે 101 સીટો, શિવસેના યુબીટી 95 અને એનસીપી-એસપી 86 સીટો પર ચૂંટણી લડી છે. મહારાષ્ટ્રમાં બહુજન સમાજ પાર્ટીએ 237 બેઠકો પર અને AIMIMએ 17 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. અહીં હાલ મહાયુતિની સરકાર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
