Maharashtra Election 2024 : દેવેન્દ્ર ફડણવીસના સીએમ બનવાના કેટલા ચાન્સ? જાણો શું કહે છે સમીકરણ?
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો પહેલા જ સીએમ પદને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોના એક દિવસ પહેલા દેવેન્દ્ર ફડણવીસ અને મોહન ભાગવન વચ્ચેની મુલાકાતે આ ચર્ચાને હવા આપી છે.

એક તરફ અજીત પવારને સીએમ બનાવવા માટે પોસ્ટર લાગી રહ્યાં છે તો બીજી તરફ દાવો કરવામાં આવી રહ્યો છે કે દેવેન્દ્ર ફડણવીસને સીએમ બનાવાઈ શકે છે.
એક પોસ્ટરમાં ડેપ્યુટી સીએમ અજિત પવારને મુખ્યમંત્રી તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ પોસ્ટર એક્ઝિટ પોલ બાદ લાગ્યા છે. પરિણામો પહેલા એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે તે મુજબ સરકાર મહાયુતિ બની રહી છે.
એક્ઝિટ પોલ પર વિશ્વાસ કરીએ તો બીજેપી સૌથી મોટી પાર્ટી બની શકે છે અને મહાયુતિને બહુમતિ મળી શકે છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ બહુમતનો આંકડો પાર કરી રહી છે. આ જ કારણ છે કે મહાયુતિના નેતા સીએમ પદને લઈને દાવા કરી રહ્યાં છે.
ચર્ચા છે કે જો સત્તાની ચાવી અજિત પવારના હાથમાં હશે તો તે દબાણની રાજનીતિ અપનાવી શકે છે. હાલ સાથી પક્ષોના નેતાઓ કહેવાનું ટાળી રહ્યા છે કે પુણેમાં લગાવવામાં આવેલ આ પોસ્ટર કાર્યકરોની લાગણીની અભિવ્યક્તિ છે.
મહાયુતિમાં મુખ્યમંત્રીની ખુરશી માટે ત્રણ દાવેદાર છે. પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસને ભાજપ તરફથી સૌથી મજબૂત માનવામાં આવે છે, જ્યારે વર્તમાન સીએમ એકનાથ શિંદેના દાવાને પણ અવગણી શકાય તેમ નથી. શિવસેનાના નેતાઓએ પહેલેથી જ શિંદેની તરફેણમાં માર્કેટિંગ શરૂ કરી દીધું છે.
એકનાથ શિંદેએ પોતે ચૂંટણી દરમિયાન પોતાને સીએમ પદની રેસમાંથી બહાર જાહેર કર્યા છે, જો કે તેનાથી તેનો દાવો ઓછો નથી થતો. જો શિંદે સીએમ પદનો આગ્રહ રાખે છે તો તે ભાજપ માટે મોટો પડકાર હશે. બીજેપી 100નો આંકડો પાર કરે છે તો એવું માનવામાં આવે છે કે તે પોતાનો સીએમ બનાવશે, જેમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
