Madhya Pradesh Result : કોણ છે દેવુ કરીને ચૂંટણી લડનારા કમલેશ્વર, જેને બીજેપી-કોંગ્રેસને હરાવી
મધ્ય પ્રદેશમાં બીજેપીએ મોટા અંતરથી જીત મેળવીને સત્તા બચાવી રાખી છે. જો કે, આમ છત્તા ઘણા એવા ઉમેદવાર છે જે સીટ બચાવવામાં નિષ્ફળ ગયા છે.
શિવરાજ સિંહ સરકારે વાપસી કરી પરંતુ ઘણા મોટા ચહેરાઓને હારનો સામનો કરવો પડ્યો છે. આ બધાની વચ્ચે એમપીની સૈલાના વિધાનસભા બેઠકના ચૂંટણી પરિણામોએ તમામને ચૌકાવ્યા છે.

સૈલાના વિધાનસભા બેઠક પર ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર કમલેશ્વરે શાનદાર જીત નોંધાવતા કોંગ્રેસના હર્ષ વિજય ગેહલોતને 4000 હજારથી વધુ મતોના અંતરથી હરાવ્યા છે. આ બેઠક પર બીજેપીની ત્રીજા સ્થાને રહી છે.
ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર કમલેશ્વર ડોડિયારની કહાની રસપ્રદ છે. કમલેશ્વરે લોન લઈને ચૂંટણી લડી અને મોટા નામોને હરાવીને ધારાસભ્યની સીટ મેળવી છે.
કમલેશ્વર ડોડિયારને 71219 મત મળ્યા, જ્યારે તેમના સામેના ઉમેદવાર હર્ષ વિજય ગેહલોતને માત્ર 66601 વોટ મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના સંગીતા ચારેલને 41,584 મત મળ્યા.
કમલેશ્વર ડોડિયારે લોન લઈને વિધાનસભાની ચૂંટણી લડી અને બીજેપી અને કોંગ્રેસના ધનિક ઉમેદવારોને પડકાર ફેંક્યો હતો. હવે આ ઉછીના લીધેલા પૈસા ચુકવવા માટે તેમણે સમાજને મદદ માટે અપીલ કરી છે અને આ માટે નોતરાનું આયોજન કર્યું છે.
કમલેશ્વરે દાવો કર્યો છે કે, તેમણે ચૂંટણીમાં 12 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ચૂંટણીમાં ખર્ચવામાં આવેલ તમામ નાણાં લોનના છે. હવે કમલેશ્વર ચૂંટણી જીતી ગયા છે. ચૂંટણીમાં તેમની જીતની દરેક જગ્યાએ ચર્ચા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
