અમિત શાહે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર મામલે મોટી વાત જણાવી
ભાજપે જ્યારથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભોપાલ લોકસભા સીટથી ઉમેદવાર બનાવી છે, ત્યારથી રાજનીતિ ગરમાઈ ચુકી છે.
ભાજપે જ્યારથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભોપાલ લોકસભા સીટથી ઉમેદવાર બનાવી છે, ત્યારથી રાજનીતિ ગરમાઈ ચુકી છે. પ્રજ્ઞા ઠાકુર એક પછી એક વિવાદિત નિવેદન આપીને પાર્ટીની મુસીબત પણ વધારી રહી છે. તેના પર વિપક્ષી દળો ઘ્વારા તેમના પર હુમલા કરવામાં આવી રહ્યા છે. હવે ભાજપ ઘ્વારા સાધ્વીનો બચાવ કરીને કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી પ્રજ્ઞા ઠાકુર અંગે ભાજપા અધ્યક્ષ અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો: હવે જયાપ્રદા પર કેસ નોંધાયો, માયાવતી માટે વિવાદિત નિવેદન આપ્યું

કોર્ટમાં કેસ ચાલ્યો તો કેસ નકલી છે તેવું બહાર આવ્યું: અમિત શાહ
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન અમિત શાહે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અંગે વાત કરી. અમિત શાહે જણાવ્યું કે, હિન્દૂ ટેરર નામે એક નકલી કેસ બનાવવામાં આવ્યો હતો. દુનિયામાં દેશની સંસ્કૃતિને બદનામ કરવામાં આવી કોર્ટમાં કેસ ચાલ્યો તો તેને નકલી જણાવવામાં આવ્યો.
|
હિન્દૂ ટેરર નામે એક નકલી કેસ બનાવવામાં આવ્યો હતો
અમિત શાહે બાટલા હાઉસ એન્કાઉન્ટરનો ઉલ્લેખ કર્યો અને કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યો. તેમને કહ્યું કે બાટલા હાઉસ એન્કાઉન્ટર થયું ત્યારે સોનિયા ગાંધીને આતંકીઓના મરવા પર રડવાનું આવ્યું હતું, પરંતુ જયારે આપણો એક બહાદુર પોલીસ ઇન્સ્પેક્ટર શહીદ થયો ત્યારે તેની મૌત પર રડવાનું નહીં આવ્યું. તેના પર કોંગ્રેસે જવાબ આપવો જોઈએ.
|
પીએમ મોદીના બંગાળથી ચૂંટણી લડવાના સવાલ પર
અમિત શાહે કહ્યું કે, જે શરણાર્થીઓ બાંગ્લાદેશથી આવ્યા છે તે હિન્દૂ હોય, બૌદ્ધ હોય, જૈન હોય, શીખ કે પછી ઈસાઈ હોય, ભાજપે તેમના સંકલ્પ પત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે તેમને નાગરિકતા આપવામાં આવશે. એટલું જ નહીં પરંતુ તેમને પીએમ મોદીના પશ્ચિમ બંગાળથી ચૂંટણી લડવા વિશે આવી રહેલી માહિતી વિશે વાત કરતા કહ્યું કે તેની કોઈ જ સંભાવના નથી. તેઓ આવી કોઈ જ યોજના નથી બનાવી રહ્યા.

મમતા બેનર્જી પર પ્રહાર કર્યો
અમિત શાહે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પણ પ્રહાર કર્યો છે. અમિત શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં બે તબક્કાની ચૂંટણી પછી મમતા બેનર્જીની બોખલાહટ સ્પષ્ટ દેખાઈ રહી છે. તેમને પોતાની હાર દેખાઈ રહી છે. બધા જ લોકતાંત્રિક હિતોને દફન કરી ચુકેલી મમતા દીદી આજે લોકતંત્રની વાત કરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
