Lok Sabha Election 2024: બીજા તબક્કાના મતદાનના આંકડા સામે આવ્યા, જાણો કયા રાજ્યમાં કેટલુ મતદાન?
લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન પુરૂ થઈ ગયુ છે. 6 વાગ્યે મતદાન પુરૂ થયા બાદ સામે આવેલા પ્રારંભિક આંકડા અનુસાર 65 ટકા મતદાન નોંધાયુ છે.
લોકસભા ચૂંટણી 2024 ના બીજા તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન સાંજે 6 વાગ્યે સમાપ્ત થયું. આ બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું.

લોકસભાના સ્પીકર ઓમ બિરલા, 5 કેન્દ્રીય મંત્રીઓ, 2 ભૂતપૂર્વ સીએમ અને 3 ફિલ્મ સ્ટાર બીજા તબક્કામાં મેદાનમાં હતા. આ સિવાય રાહુલ ગાંધી, શશિ થરૂર, તેજસ્વી સૂર્યા, પપ્પુ યાદવ જેવા પ્રખ્યાત ચહેરાઓનું ભાવિ પણ ઈવીએમમાં કેદ થયું છે.
બીજા તબક્કામાં ચૂંટણી પંચની વોટર ટર્નઆઉટ એપ અનુસાર લગભગ 65 ટકા મતદાન થયું છે. જો કે હજુ સત્તાવાર આખરી આંકડા આવવાના બાકી છે.
કયા રાજ્યમાં કેટલુ મતદાન?
આસામ: 70.68%
બિહાર: 54.40%
છત્તીસગઢ: 72.51%
જમ્મુ કાશ્મીર: 69.01%
કર્ણાટક: 64.57%
કેરળ: 65.20%
મધ્ય પ્રદેશ: 55.49%
મહારાષ્ટ્ર: 53.76%
મણિપુર: 77.18%
રાજસ્થાન: 61.13%
ત્રિપુરા: 78.53%
ઉત્તર પ્રદેશ: 53.34%
પશ્ચિમ બંગાળ: 71.84%
ચૂંટણી પંચ અનુસાર, બીજા તબક્કામાં 1,202 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 1,098 પુરૂષ અને 102 મહિલા ઉમેદવારો છે. બે ઉમેદવારો થર્ડ જેન્ડર છે.
2019 માં બીજેપીએ સૌથી વધુ 50 સીટો જીતી હતી અને તેના સાથીઓએ 8 સીટો જીતી હતી. જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો તેને 21 બેઠકો મળી હતી. આ સિવાય અન્યને 9 બેઠકો મળી હતી.
આજ પછી મતદાનના વધુ 5 તબક્કા છે જે 1 જૂને સમાપ્ત થશે. આ પછી 4 જૂને ચૂંટણી પરિણામ આવશે. અગાઉ 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં કુલ 64 ટકા મતદાન થયું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
