લોકસભા ચૂંટણી સાથે જમ્મુ કાશ્મીર સહિત આ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીનુ પણ આજે થઈ શકે એલાન
Lok Sabha Election 2024 Date: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ દેશમાં એક સાથે ચૂંટણી યોજવા અંગે 'વન નેશન-વન ઇલેક્શન' પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને હાલમાં જ પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. આ દરમિયાન, ચર્ચા તેજ બની છે કે શું આગામી લોકસભા ચૂંટણી-2024ની સાથે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે?
ભારતીય ચૂંટણી પંચ (ECI) આજે શનિવાર, 16 માર્ચે બપોરે 3 વાગે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરશે. એવી અટકળો છે કે લોકસભાની સાથે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થઈ શકે છે.

જો કે આ વખતે લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ થશે કે નહીં એ તો આજે બપોરે 3 વાગે જ ખબર પડશે. આ વર્ષે આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.
વાસ્તવમાં, આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભાઓનો કાર્યકાળ જૂન મહિનામાં પૂરો થવા જઈ રહ્યો છે. ચૂંટણી પંચ આ 4 રાજ્યોની તારીખો જાહેર કરશે. જમ્મુ-કાશ્મીરમાં પણ ચૂંટણી થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2023માં આદેશ આપ્યો હતો કે જમ્મુ-કાશ્મીરમાં 2024 સુધીમાં ચૂંટણી યોજવી જોઈએ. જો કે જમ્મુ-કાશ્મીરમાં એપ્રિલ-મેમાં ચૂંટણી યોજવા અંગે કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
જો જમ્મુ અને કાશ્મીરમાં લોકસભાની સાથે ચૂંટણી યોજાય તો કલમ 370 નાબૂદ થયા બાદ તે ત્યાંની પ્રથમ ચૂંટણી હશે. અહીં વિધાનસભાની સીટો 83 થી વધારીને 90 કરવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિ માટે 7 અને અનુસૂચિત જનજાતિ માટે 9 બેઠકો અનામત રાખવામાં આવી છે.
જો આપણે લોકસભા ચૂંટણીની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી એપ્રિલથી મે સુધી ચાલશે. આવી સ્થિતિમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જો કે, મોટાભાગે, આનુ 'વન નેશન-વન ઈલેક્શન' કનેક્શન ન હોઈ શકે કારણ કે અગાઉ પણ દેશમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ ચૂકી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
