Karnataka Election : બીજેપીના સરકાર બનાવવાના દાવા પર કુમારસ્વામીની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

નવી દિલ્હી : કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ઈલેક્શન કમિશને તારીખોની જાહેરાત કરી દીધી છે. કર્ણાટકમાં 10 મેના રોજ મતદાન થશે અને 13 મેના રોજ મતગણતરી થશે. કર્ણાટકમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને બહુમતી સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે. બીજી તરફ કર્ણાટકની ત્રીજી મોટી પાર્ટી જેડીએસે ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા કોઈ નિવેદન આપ્યુ નહોતું. હવે JDSના અધ્યયક્ષ અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ બહુમત સરકાર બનાવવાના યેદિયુરપ્પાના દાવા પર પ્રતિક્રિયા આપી છે.
જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે, બીએસ યેદિયુરપ્પા ક્યા આધારે કહી રહ્યા છે કે તેમને 150થી વધુ સીટો મળશે? તેઓ માને છે કે પૈસા ફેંકીને વોટ ખરીદી શકે છે. ભાજપની કામગીરીથી લોકો ખુશ નથી. કન્નડીગોએ બંને રાષ્ટ્રીય પક્ષોને રાજ્યમાંથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો છે.
કુમારસ્વામીએ આગળ કહ્યું કે, કોંગ્રેસે મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે કઈ જવાબદારી નિભાવી છે? તેમને જેડીએસમાં જોડાવા માટે કોણે કહ્યું? અમે પણ કોંગ્રેસ સાથે જવા તૈયાર નથી. બીજી તરફ યેદિયુરપ્પાના 150 બેઠકો જીતવાના દાવા પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ દાવો કર્યો છે કે ભાજપ આ ચૂંટણીમાં 60 બેઠકો પણ પાર કરી શકશે નહીં.
કોંગ્રેસના કર્ણાટક પ્રમુખ ડીકે શિવકુમારે એચડી કુમારસ્વામીને જવાબ આપતા કહ્યું કે, અમે ન તો તેમને ફોન કર્યો અને ન તો સાથે ચાલવા કહ્યું. તેમણે કહ્યું કે કર્ણાટકની જનતાએ કોંગ્રેસને મત આપવાનો નિર્ણય કર્યો છે અને કર્ણાટકમાં કોંગ્રેસની જ સરકાર બનશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
