બંગાળથી મોટા સમાચારઃ અટલ બિહારી વાજપેયીની નજીક રહેલા પૂર્વ ભાજપ નેતા યશવંત સિન્હા TMCમાં શામેલ
ટીએમસીને એક મોટી સફળતા મેળવી છે જ્યાં પૂર્વ ભાજપ નેતા યશવંત સિન્હાએ ટીએમસી જોઈન કરી લીધુ છે.
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના એલાન પહેલાથી જ જોડ-તોડની રાજનીતિ ચાલી રહી છે. ગયા વર્ષે મમતા સરકારના નજીક ગણાતા સુવેન્દુ અધિકારીએ ભાજપનો પાલવ પકડી લીધો ત્યારબાદ ટીએમસીને ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે. જો કે હવે પાર્ટીએ એક મોટી સફળતા મેળવી છે જ્યાં પૂર્વ ભાજપ નેતા યશવંત સિન્હાએ ટીએમસી જોઈન કરી લીધુ છે. યશવંત સિન્હા અટલ બિહારી વાજપેયીની નજીક ગણાતા હતા. સાથે જ તેમની સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે લાંબા સમય સુધી કામ કર્યુ હતુ.

1960ના દશકમાં યશવંત સિન્હાએ IAS પ્રશાસનિક સેવા શરૂ કરી. ત્યારબાદ 1984માં તેમણે નોકરીમાંથી રાજીનામુ આપીને રાજનીતિમાં પગ મૂક્યો. ત્યારબાદ અટલ બિહારી સરકારમાં તેઓ નાણા અને વિદેશ મંત્રી તરીકે સેવા આપી. વળી, જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારથી તે પોતાની જ પાર્ટી પર નિશાન સાધવા લાગ્યા. ઘણી વાર સાર્વજનિક મંચથી તેમણે મોદી અને અમિત શાહની ટીકા કરી. લગભગ ત્રણ વર્ષ પહેલા તેમણે ભાજપમાંથી રાજીનામુ આપીને રાજનીતિમાંથી સન્યાસની ઘોષણા કરી. આ દરમિયાન તેમણે કહ્યુ હતુ કે ભવિષ્યમાં તે કોઈ પણ પદ માટે દાવેદારી નહિ કરે.
હાલમાં જ સમાચાર આવ્યા હતા કે તેઓ બંગાળ ચૂંટણી દરમિયાન ટીએમસીનો સાથ આપી શકે છે. આ ક્રમમાં શનિવારે તેઓ કોલકત્તા સ્થિત ટીએમસી કાર્યાલય પહોંચ્યા. આ દરમિયાન તેમનુ જોરદાર સ્વાગત થયુ. સાથે જ તેમણે પાર્ટીનુ સભ્યપદ લીધુ. હવે આગામી ચૂંટણી માટે તેઓ બંગાળમાં ટીએમસીનો પ્રચાર કરશે. જો કે યશવંત સિન્હાના દીકરી જયંત હજુ પણ ભાજપ સાંસદ છે. તેમણે મોદી સરકારના પહેલા કાર્યકાળમાં નાણા રાજ્યમંત્રી તરીકે કામ કર્યુ હતુ.
વળી, ટીએમસી કાર્યાલયમાં મીડિયા સાથે વાત કરીને યશવંત સિન્હાએ કહ્યુ કે અટલજીના સમયમાં ભાજપ સર્વસંમતિમાં વિશ્વાસ કરતો હતો પરંતુ આજની સરકાર કચડવા અને જીતવામાં વિશ્વાસ કરે છે. અકાલીઓ, બીજદે ભાજપ છોડી દીધુ છે. આજે ભાજપ સાથે કોણ ઉભુ છે? તેમણે કહ્યુ કે જ્યારે નંદીગ્રામમાં મમતા બેનર્જી પર હુમલો થયો તો તે ટિપિંગ પોઈન્ટ હતો. તેમણે એ જ વખતે ટીએમસીમાં શામેલ થવા અને મમતાનુ સમર્થન કરવાનો નિર્ણય લીધો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
