Karnataka Election : જગદીશ શેટ્ટરના પાર્ટી છોડવા મુદ્દે યેદિયુરપ્પાનું મોટુ નિવેદન, જાણો શું કહ્યું?
કર્ણાટકમાં હવે ઉમેદવારી પત્રો માટે છેલ્લા દિવસો બાકી છે. જો કે ઉમેદવારોની જાહેરાત બાદ પણ બીજેપીની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. હાલમાં જ બીજેપીના મોટા નેતા અને પુર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરે બીજેપી છોડીને કોંગ્રેસનો હાથ પકડક્યો હતો. હવે આ મુદ્દે યેદિયુરપ્પાનું નિવેદન સામે આવ્યુ છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા ટિકિટ ન મળવાથી નારાજ જગદીશ શેટ્ટર કોંગ્રેસની ટિકિટ પર હુબલી-ધારવાડ સેન્ટ્રલ બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તેમના આ પગલાથી કર્ણાટક બીજેપીમાં ખલબલીનો માહોલ છે.

જગદીશ શેટ્ટર મોટા લિંગાયત નેતા છે. હવે તેમના કારણે લિંગાયત નેતાઓ બીજેપીથી નારાજ છે અને તે બળવાખોર વલણ દેખાડી રહ્યા છે. શેટ્ટરે ભાજપ છોડ્યાના ત્રણ દિવસ બાદ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ દાવો કર્યો છે કે લિંગાયત સમુદાય 101 ટકા અમારી સાથે છે.
એક સવાલનો જવાબ આપતા યેદિયુરપ્પાએ કહ્યું કે, 101 ટકા, આમાં કોઈ શંકા નથી અને જો કોઈ ગલતફેમી હશે તો અમે તેમને મનાવી લઈશુ. અહીં યેદિયુરપ્પાને પુછાયુ હતું કે, શું લિંગાયત સમુદાય પહેલાની જેમ તમારૂ સમર્થન કરશે છે કે કેમ?
યેદિયુરપ્પા કર્ણાટકમાં લિંગાયત સમુદાયના મોટા નેતા છે. આ વખતે ખુબ યેદિયુરપ્પા ચૂંટણી નથી લડી રહ્યા નથી અને તેમના પુત્ર બીવાય વિજયેન્દ્રને મેદાનમાં ઉતાર્યા છે. યેદિયુરપ્પા 1983થી આ મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી જીતી રહ્યા છે. 2023ની વિધાનસભા ચૂંટણી તેમના પુત્રની પ્રથમ ચૂંટણી છે.
યેદિયુરપ્પાએ જગદીશ શેટ્ટર મુદ્દે કહ્યું કે, શેટ્ટરે ભાજપ છોડીને મોટી ભૂલ કરી છે. અમે તેમને રાજ્યસભાની સદસ્યતા આપવાનું વચન આપ્યું હતું અને અમે તેમને કેન્દ્રમાં મંત્રી બનાવવાની પર ઓફર અપાઈ હતી.
યેદિયુરપ્પાએ દાવો કર્યો કે, ખુદ અમિત શાહે શેટ્ટર સાથે વાત કરી હતી. મને લાગે છે કે તેમણે પાર્ટી છોડીને ભૂલ કરી છે. અમે લગભગ દરેક વખતે તેમને પૂરા દિલથી ટેકો આપ્યો. યેદિયુરપ્પાએ વધુમાં કહ્યું કે અમે તેમને અધ્ય બનાવ્યા, મંત્રી બનાવ્યા, લગભગ તમામ મહત્વની તક આપી. મેં તેમને પાર્ટી ન છોડવાની સલાહ પણ આપી હતી.
અહી એ પણ જાણવુ જરૂરી છે કે, યેદિયુરપ્પાની જેમ જગદીશ શેટ્ટર પણ અગ્રણી લિંગાયત નેતા છે. ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાનાર લક્ષ્મણ સાવડી પણ લિંગાયત નેતા છે. તે શેટ્ટર પહેલા ટિકિટ ન મળવાથી નારાજ થઈને કોંગ્રેસમાં જોડાયા હતા. હવે આ લિંગાયત નેતાઓ ચૂંટણીના પરિણામો પર મોટી અસર કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
