Karnataka Election results 2023: કર્ણાટકમાં બીજેપીના ઘણા મંત્રીઓની હાર, જુઓ પુરી યાદી
કર્ણાટક વિધાનસભા ચૂંટણી-2023માં કોંગ્રેસે જંગી જીત મેળવી છે. કર્ણાટકમાં હાર સાથે જ દક્ષિણના રાજ્યોમાંથી ભાજપનો સફાયો થઈ ગયો છે. કર્ણાટકમાં કોંગ્રેસે 131 સીટો જીતી છે અને પાંચ વધુ સીટો પર આગળ ચાલી રહી છે. 224 સભ્યોની કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસે બહુમતનો આંકડો પાર કરી લીધો છે.
કર્ણાટકમાં મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ સહિત એક ડઝન કેબિનેટ મંત્રીઓ જીત્યા, જ્યારે કર્ણાટકમાં ડઝનબંધ મંત્રીઓ હારી ગયા. મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ સિહગાંવ મતવિસ્તારમાંથી 35000થી વધુ મતો અને 54.95 ટકા વોટ શેર સાથે જીત્યા છે. આ સાથે 11 મંત્રીઓ જીત્યા. પરંતુ હારેલા મંત્રીઓની સંખ્યા 12થી વધુ છે.

મંત્રી વી સોમન્ના અને આર અશોક બે-બે બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જ્યારે આર અશોકે તેમની પદ્મનાભનગર બેઠક જાળવી રાખી હતી અને કનકપુરા બેઠક પરથી હારી ગયા હતા. ડીકે શિવકુમાર કનકપુરા સીટ પરથી જીત્યા છે. મંત્રી વી સોમન્ના વરુણા અને ચામરાજનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા પરંતુ બંને બેઠકો હારી ગયા હતા.
કર્ણાટક ચૂંટણી 2023માં હારેલા બીજેપીના મંત્રીઓની યાદી
- ગોવિંદ કરજોલ મુધોલ વિધાનસભા બેઠક પરથી હારી ગયા છે.
- જેસી મધુસ્વામી ચિક્કનાયકનાહલ્લી વિધાનસભા બેઠક પરથી હારી ગયા છે.
- બીસી પાટીલ હિરેકેરુર વિધાનસભા બેઠક પરથી હારી ગયા છે.
- શંકર પાટીલ મુનેનકોપ્પા નવલગુંડ વિધાનસભા બેઠક પરથી હારી ગયા છે.
- યેલ્લાબુર્ગા વિધાનસભા બેઠક પરથી હલપ્પા બાસપ્પા આચર હારી ગયા છે.
- બીએસ શ્રીરામુલુ બેલ્લારી વિધાનસભા બેઠક પરથી હારી ગયા છે.
- કે સુધાકર ચિકબલ્લાપુર વિધાનસભા બેઠક પરથી હારી ગયા છે.
- વી સોમન્નાએ બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને વરુણા અને ચામરાજનગરથી બંને બેઠકો હારી હતી.
- આર અશોકે પણ બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી જોકે તેઓ પદ્મનાભનગર બેઠક પરથી જીત્યા હતા પરંતુ અન્ય કનકપુરા બેઠક પરથી હારી ગયા હતા.
- કેસી નારાયણ ગૌડા કેઆર પેટે વિધાનસભા બેઠક પરથી હારી ગયા છે.
- બીસી નાગેશ ટીપુર વિધાનસભા બેઠક પરથી હારી ગયા છે.
- મુરુગેશ નિરાની બીલગી વિધાનસભા બેઠક પરથી હારી ગયા છે.
- એમટીબી નાગરાજ હોસ્કોટે વિધાનસભા બેઠક પરથી હારી ગયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
