Karnataka Election : રાહુલ ગાંધી મોદી પર વિવાદિત નિવેદન આપ્યુ હતું ત્યાંથી જ ચૂંટણી પ્રચાર શરૂ કરશે

નવી દિલ્હી : ઈલેક્શન કમિશને કર્ણાટકમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. હવે તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે ત્યારે કોંગ્રેસ તરફથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સામે આવી રહેલા સમાચારો અનુસાર, મોદી પર વિવાદિત નિવેદન આપી સજા પામેલા રાહુલ ગાંધી હવે આ નિવેદન આપ્યુ ત્યાંથી જ કર્ણાટક વિધાનસભા માટે ચૂંટણી પ્રચાર શરૂ કરશે.
રાહુલ ગાંધી એપ્રિલમાં કર્ણાટક ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરશે. રાહુલ ગાંધી એ જ જગ્યાએથી રેલી શરૂ કરવા જઈ રહ્યા છે જ્યાં તેમણે મોદી સરનેમ પર વિવાદિત ભાષણ આપ્યું હતું. રાહુલ ગાંધી 5 એપ્રિલથી કોલારમાં પહેલી રેલી યોજશે. આ રેલીમાં રાહુલ ફરીથી આક્રમક જોવા મળશે તેવી આશા છે. આ વખતે અદાણીને મુદ્દો બનાવીને લોકો સામે જશે.
રાહુલ ગાંધીની આગામી રેલી વિશે વાત કરતા કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે જણાવ્યુ કે, રાહુલ ગાંધી કોલારમાં તેમની સત્યમેવ જયતે રેલીની શરૂઆત કરશે. તેમણે કહ્યું કે અમે તેમને અહીંથી ચૂંટણી યાત્રા શરૂ કરવા વિનંતી કરી હતી.
અહીં તમને જણાવી દઈએ કે, 2019 ચૂંટણી દરમિયાન કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ ભાગેડુ ઉદ્યોગપતિ લલિત મોદી અને નીરવ મોદી સંદર્ભે વડા પ્રધાન મોદી પર સ્પષ્ટ કટાક્ષ કરતા કહ્યું કે કેવી રીતે બધા ચોરોની સરનેમ મોદી છે. પરંતુ ભાજપે આને અન્ય પછાત વર્ગોના અપમાન તરીકે જોયું અને ગુજરાત સ્થિત પાર્ટીના નેતા પૂર્ણેશ મોદીએ દાવો દાખલ કર્યો હતો.
રાહુલ ગાંધીએ તેમની ટિપ્પણી માટે કોર્ટમાં માફી માંગવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે તેમને બે વર્ષની જેલની સજા થઈ છે. તેમને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે જેના કારણે ભારે વિરોધ થયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
