બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટક વિધાનસભામાં બહુમત સાબિત કર્યો, ધ્વનિમતથી જીત્યો વિશ્વાસમત
કર્ણાટકમાં લાંબા રાજકીય નાટકનો છેવટે અંત થયો, યેદિયુરપ્પા સરકારે સોમવારે વિધાનસભામા બહુમત મેળવી લીધો.
કર્ણાટકમાં લાંબા રાજકીય નાટકનો છેવટે અંત થયો, યેદિયુરપ્પા સરકારે સોમવારે વિધાનસભામા બહુમત મેળવી લીધો. આ દરમિયાન વિપક્ષે મત વિભાજનની પણ માંગ ન કરી. સરકારના બહુમત પરીક્ષણ દરમિયાન મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ કે હું કોઈને સામે બદલાનું રાજકારણ સાથે કામ નથી કરતો એટલા માટે હવે પણ નહિ કરુ. અમારી સરકાર ખેડૂતો માટે કામ કરવા ઈચ્છે છે. એટલા માટે હું બધાને અપીલ કરુ છુ કે સરકારના વિશ્વાસ મત પ્રસ્તાવનુ સમર્થન કરો.

તમને જણાવી દઈએ કે અત્યારે 207 ધારાસભ્યોવાળી વિધાનસભા છે જેમાં બહુમત માટે 104નો આંકડો જોઈતો હતો અને ભાજપ પાસે 105 ધારાસભ્ય છે. વિધાનસભામાં વિશ્વાસમત મેળવ્યા બાદ પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીએ ભાજપને કહ્યુ કે હવે તમે લોકો સરકારમાં છો એટલા માટે ધારાસભ્યો પર રાજીનામાનુ દબાણ કરવાનુ ખતમ કરો. તેમણે કહ્યુ કે જો સરકાર સારુ કામ કરશે તો તે સરકારને સમર્થન કરશે.
યેદિયુરપ્પા ક્યારેય જનતાના આશીર્વાદ સાથે સીએમ નથી બન્યા
જો કે વિશ્વાસ મતથી પહેલા વિધાનસભામાં સિદ્ધારમૈયાએ કહ્યુ કે યેદિયુરપ્પા ક્યારેય પણ જનતાના આશીર્વાદ સાથે સીએમ નથી બન્યા. ના તેમની પાસે 2008માં બહુમત હતો, ના 2018માં અને ના અત્યારે. જ્યારે તેમણે શપથ લીધા તો સંસદમાં 222 ધારાસભ્ય હતા પરંતુ ભાજપ પાસે 112 ધારાસભ્ય ક્યાં છે. તેમણે કહ્યુ કે તમે મુખ્યમંત્રી તો રહેશો પરંતુ તેની કોઈ ગેરેન્ટી નથી. તમે બાગીઓ સાથે છો પરંતુ શું તમે સરકાર ચલાવી શકો છો, હું તમારા વિશ્વાસ મતના પ્રસ્તાવનો વિરોધ કરુ છુ.
Karnataka Chief Minister BS Yediyurappa wins trust vote through voice vote. pic.twitter.com/DvzzMmYCqa
— ANI (@ANI) 29 July 2019
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
