Jharkhand Election 2024 : BJP ઝારખંડમાં કેમ હારી? આ રહ્યાં કારણો
Jharkhand Assembly Election 2024 : ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડના લોકોએ બીજેપીને જાકારો આપ્યો છે. હિન્દુ-મુસ્લિમના નામે મતોનું ધ્રુવીકરણ કરતી બીજેપીને ઝારખંડના લોકોએ નકારી છે.
બીજેપી ઝારખંડમાં ખરાબ રીતે હારી તેની પાછળ ઘણા કારણો છે. અહીં બીજેપીનું હિન્દુ-મુસ્લિમ કાર્ડ ફેલ જવા ઉપરાંત આદિવાસીઓ પણ નાખુશ હતા.

મૈયા સન્માન યોજના
ઝારખંડની હેમંત સરકારની 'મૈયા સન્માન યોજના બીજેપીના નફરતી એજન્ડા પર ભારે પડી છે. અહીંની ગરીબ મહિલાઓ માટે દર મહિને 1,000 રૂપિયાની સહાય મોટી છે.
ચૂંટણી પંચના આંકડા દર્શાવે છે કે ઝારખંડની 81 બેઠકોમાંથી આ વખતે મહિલાઓએ 68 બેઠકો પર પુરુષો કરતાં વધુ મતદાન કર્યું. આ મતોએ હેમંત સોરેનને જીતાડી દીધા.
જયરામ મહતોની પાર્ટીએ બીજેપીને હરાવી
અહેવાલો અનુસાર, ઝારખંડમાં ભાજપની હારનું મુખ્ય કારણ જયરામ મહતો અને તેમનો ઝારખંડ ડેમોક્રેટિક રિવોલ્યુશનરી ફ્રન્ટ છે. મહતોએ એક સીટ જીતી હોવા છતાં તેની પાર્ટીને ઓછામાં ઓછી 16 સીટો પર જીતના માર્જીન કરતા વધુ વોટ મળ્યા છે. બીજેપીને જયરામ મહતોને ઓછા આંકવા ભારે પડ્યા છે.
આદિવાસીઓનો ભરોષો જીતવામાં નાકામી
ઝારખંડમાં બીજેપીની હાર પાછળનું મુખ્ય કારણ બીજેપીની આદિવાસીઓ વિરોધી નીતિ પણ માનવામાં આવે છે. આ સિવાય હેમંત સોરેનને અપાયેલા ત્રાસનો બદલો પણ આદિવાસી પ્રજાએ મત આપીને લીધો છે. હેમંત સોરેન પાછળ ઈડી છોડવી બીજેપીને ભારે પડી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
