Jharkhand Election 2024 : હરિયાણામાં જે ફેક્ટરે હરાવ્યા તે જ ફેક્ટર કોંગ્રેસ-JMM ને ઝારખંડ જીતાડી શકે છે
Jharkhand election 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. જો કે તેનાથી વિપરીત આ પરિણામો બાદ કોંગ્રેસના ઝારખંડમાં આશા દેખાઈ છે.
કોંગ્રેસ આ હારને પચાવી નથી શકી પરંતુ તેને જે ફેક્ટરે હરાવ્યા તેને લઈને ઝારખંડમાં પાર્ટીને ઉમ્મીદ જાગી છે. સત્તાધારી ઝારખંડ મુક્તિ મોર્ચા અને કોંગ્રેસ ગઠબંધન હવે એ જ ફેક્ટરને પોતાના પક્ષમાં કરવા કામે લાગ્યુ છે.

હરિયાણાના પરિણામો બાદ ઝારખંડ મુક્તિ મોર્ચા અને કોંગ્રેસને લાગે છે કે હરિયાણામાં પ્રો-ઇન્કમ્બન્સીએ ભાજપની તરફેણમાં કામ કર્યું છે, જે આગામી ઝારખંડની ચૂંટણીમાં તેની તરફેણમાં કામ કરી શકે છે.
ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેનની આગેવાનીમાં ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને આરજેડીની ગઠબંધન સરકાર છે. અહીં બહુ જલ્દી વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. શક્ય છે કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં એકસાથે ચૂંટણી થાય.
એક તરફ CM હેમંત સોરેન ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાંથી પરત ફર્યા છે. તેમના સૌથી મહત્વપૂર્ણ સહયોગી અને પૂર્વ સીએમ ચંપાઈ સોરેન તેમને છોડીને વિપક્ષ ભાજપમાં જોડાયા છે. પડકારો મોટા છે પરંતુ હરિયાણાના પરિણામોએ ગઠબંધનના નેતાઓને નવી આશા આપી છે.
હાલની સ્થિતીએ ઝારખંડમાં હેમંત સોરેનને લઈને ભારે સહાનુભુતિ છે. બીજી તરફ તેમણે તેમની યોજનાઓનો જોરસોરથી પ્રચાર શરૂ કર્યો છે. આ તમામ ફેક્ટર પાર્ટીને ફાયદો કરાવી શકે છે.
સીએમ હેમંત સોરેને પોતાની સરકારની સફળતાની ગણતરી શરૂ કરી દીધી છે. એક્સના માધ્યમથી તેમણે મૈયા સન્માન યોજના, લોન માફી, મફત વીજળી અને સમયસર પરીક્ષાઓ યોજવાનો દાવો કરીને સરકાર જનતાના હિત માટે કામ કરવામાં વ્યસ્ત છે તે બતાવવાનો પ્રયાસ કર્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
