Jharkhand assembly Election 2024: ભાજપ પર ભારે પડી રહી છે JMMની મહિલા બ્રિગેડ, 50 લાખનો ટાર્ગેટ
Jharkhand assembly Election 2024: ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024ની તારીખો નજીકના દિવસોમાં જાહેર થાય તેવી શક્યતા છે. આ વચ્ચે ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી અને ઝારખંડ મુક્તિ મોરચા વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે.
ઝારખંડ મુક્તિ મોરચા મૈયા સમ્માન યાત્રાનું આયોજન કરી રહી છે. જે સામે ભારતીય જનતા પાર્ટીએ પરિવર્તન યાત્રા યોજી હતી.
બંને રાજકીય પક્ષો મતદારો સુધી પોતાની વાત પહોંચવા માટે પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 83300 કરોડની પરિયોજનાઓની ભેટ ઝારખંડની જનતાને આપી છે. તો સામે મુખ્યમંત્રી હેમંત સોરેને મૈયા સમ્માન યોજના શરૂ કરી છે.
આ વચ્ચે ઝારખંડ મુક્તિ મોરચાનો મહિલા મોરચો સતત ભાજપની મુશ્કેલી વધારી રહ્યો છે. મહિલા મોરચા દ્વારા કરવામાં આવી રહેલો શાનદાર પ્રચાર અને તેને મળતા બહોળા પ્રતિસાદ વચ્ચે ભાજપનું કમળ ક્યાંકને ક્યાંક ફિક્કુ પડી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.
ઝારખંડ મુક્તિ મોરચાની વિશેષતા એ છે કે, મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન એક અલગ મોરચાનું નેતૃત્વ કરી રહી છે અને એવું લાગે છે કે, તેમનું મુખ્ય લક્ષ્ય રાજ્યની મહિલા મતદાતાઓ છે.
ઝારખંડમાં ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આ સાથે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ ઉતર્યા છે.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સહ-ચૂંટણી પ્રભારીની ભૂમિકામાં સક્રિય છે. રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પાર્ટીની પરિવર્તન યાત્રામાં જાહેર સભાઓ કરી રહ્યા છે.
બીજી તરફ ઝારખંડ મુક્તિ મોરચાની મહિલા બ્રિગેડે પણ સંપૂર્ણ કમાન સંભાળી લીધી છે, અને કલ્પના સોરેન પોતે તેનું નિયંત્રણ કરી રહી છે.
એક અઠવાડિયામાં જેએમએમની ટીમે 50 થી વધુ જાહેર સભાઓ, જાહેર સંવાદ અને રાત્રિ ચૌપાલ જેવા કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
રાજ્યમાં જેએમએમના નેતૃત્વવાળી સરકાર છે, જેમાં કોંગ્રેસ અને આરજેડી પણ સામેલ છે, પરંતુ એવું લાગે છે કે, ગઠબંધન દ્વારા મહિલા મતદારોને નિશાન બનાવવાની સમગ્ર જવાબદારી મુખ્યમંત્રીની પત્નીને સોંપવામાં આવી છે.
મહિલા મતદારોને નિશાન બનાવવા પાછળ એક ખાસ કારણ છે. રાજ્યમાં આશરે 2.59 મતદારો છે, જેમાંથી 1.31 કરોડ પુરુષ અને 1.28 મહિલા મતદારો છે.
મતલબ કે ઝારખંડ વિધાનસભા ચૂંટણી અડધી વસ્તીના મતદાન પર ઘણો નિર્ભર રહેશે. આને ધ્યાનમાં રાખીને કલ્પના સોરેને 23 સપ્ટેમ્બરના રોજ મૈયા સન્માન યાત્રા શરૂ કરી હતી.
મૈયા સમ્માન યાત્રામાં રાજ્યકક્ષાના મંત્રી બેબી દેવી અને દીપિકા પાંડે સિંહ પણ તેમની સાથે છે. ત્રણ મહિલા નેતાઓની આ ટીમ અત્યાર સુધીમાં પલામુ અને કોલ્હાન ડિવિઝનની મુલાકાત લઈ ચૂકી છે અને આગામી દિવસોમાં બાકીના ત્રણ ડિવિઝનની મુલાકાત લેવા જઈ રહી છે.
આ મહિલા બ્રિગેડે જે રીતે એક અઠવાડિયાથી ઓછા સમયમાં 50 કાર્યક્રમોનું આયોજન કર્યું છે, તેના પરથી તેમની વ્યૂહરચનાનો અંદાજ લગાવી શકાય છે. દીપિકા સિંહ પાંડે કોંગ્રેસના ક્વોટામાંથી મંત્રી છે.
તેમણે અંગ્રેજી અખબાર ઈકોનોમિક ટાઈમ્સ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, દિવસ દરમિયાન, અમે જાહેર સભાઓ કરીએ છીએ અને મહિલાઓનો સંપર્ક કરીને સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં તેમને પડતી સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરીએ છીએ. મૈયા સન્માન યોજનાના 50 લાખ લાભાર્થીઓ છે, અને અમે તે બધાને જોડવાની યોજના બનાવીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, મહિલા નેતાઓની આ ટીમ કોલેજ જતી વિદ્યાર્થીઓ અને કસ્તુરબા ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ સ્વ-સહાય જૂથોની મહિલાઓ સાથે વાતચીત કરે છે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના આરે હેમંત સોરેન સરકારે 18 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના હેઠળ 21 થી 50 વર્ષની વયની મહિલાઓના ખાતામાં 1,000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું છે.
નોંધનીય બાબત છે કે, આ યોજનાનો લાભ આર્થિક રીતે ગરીબ મહિલાઓને તાત્કાલિક ધોરણે મળવાનું શરૂ કર્યું છે. ગયા મહિના સુધી લાભાર્થીઓના ખાતામાં બે હપ્તા જમા કરવામાં આવ્યા છે.
આવી સ્થિતિમાં ઝારખંડ મુક્તિ મોરચાને આશા છે કે, આ યોજનાથી સંબંધિત યાત્રાનું નેતૃત્વ કરીને કલ્પના સોરેન મહિલા મતદારો સાથે સીધો જોડાઈ રહી છે, જે આખરે ચૂંટણીમાં તેમના ગઠબંધનને મોટો ફાયદો આપી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
