મોદી સરકાર બનતા પહેલા નીતિશ બાબુએ વધારી ચિંતા, અગ્નિવીર યોજના, જાતિ આધારિત વસ્તી ગણતરી પર જેડીયુનુ દબાણ
JDU on Agniveer Scheme: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ત્રીજી વખત મોદી સરકાર બનવા જઈ રહી છે. આ વખતે એનડીએના સહયોગી ટીડીપી અને જેડીયુ સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવશે. જો કે સરકારની રચના પહેલા જ સાથી પક્ષોએ ભાજપ પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં ટીડીપી બાદ નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ પણ બીજેપીને નવુૂ ટેન્શન આપ્યુ છે.
નરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. આ પહેલા NDAએ પોતાના સાંસદોની એક બેઠક બોલાવી છે, જેમાં તમામ સાંસદો નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કરશે, પરંતુ આ પહેલા JDUએ અગ્નિવીર યોજના પર ફરીથી વિચાર કરવાની જરૂર વ્યક્ત કરી છે.

દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું કે મતદારોનો એક વર્ગ અગ્નિવીર યોજનાને લઈને નારાજ છે. અમારો પક્ષ ઇચ્છે છે કે જે ખામીઓ પર જનતાએ પ્રશ્નો ઉઠાવ્યા છે તેની વિગતવાર ચર્ચા કરવામાં આવે અને તેને દૂર કરવામાં આવે.
યુસીસી પર, જેડીયુના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રીએ યુસીસી પર કાયદા પંચના વડાને પત્ર લખ્યો છે. અમે તેની વિરુદ્ધ નથી, પરંતુ તમામ હિતધારકો સાથે વાત કરીને ઉકેલ શોધવો જોઈએ."
આ સિવાય જાતિ આધારિત વસ્તીગણતરી પર જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું કે, "દેશમાં કોઈપણ પક્ષે જાતિ આધારિત વસ્તી ગણતરીને નકારી નથી. બિહારે રસ્તો બતાવ્યો છે. સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં પણ વડાપ્રધાને તેનો વિરોધ કર્યો નથી. જાતિ આધારિત વસ્તી ગણતરી સમયની માંગ છે. વધુમાં જણાવ્યું હતું કે કોઈ પૂર્વ શરત નથી. બિનશરતી સમર્થન છે. પરંતુ બિહારને વિશેષ દરજ્જો આપવો એ આપણા હૃદયમાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
