Jammu Kashmir Exit Polls : કાશ્મીરમાં છેલ્લી ચૂંટણીમાં એક્ઝિટ પોલ કેટલા સાચા હતા? જાણો શું હતા પરિણામો?
Jammu kashmir Exit Poll 2024 : હરિયાણામાં મતદાન પુરૂ થતા જ જમ્મુ કાશ્મીર અને હરિયાણાના એક્ઝિટ પોલ સામે આવવાના શરૂ થઈ ગયા છે.
હવે તમામ લોકોની નજર કાશ્મીરના એક્ઝિટ પોલ પર છે. 10 વર્ષ પછી ચૂંટણી યોજાઈ છે ત્યારે લોકો એ જાણવા માંગે છે કે કાશ્મીરના લોકોએ કોને મત આપ્યા છે.

જમ્મુ કાશ્મીરમાં 18 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર વચ્ચે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 63.45 ટકા મતદાન થયું છે. કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આ પ્રથમ ચૂંટણી છે.
જમ્મુ-કાશ્મીરની છેલ્લી ચૂંટણીમાં એક્ઝિટ પોલ કેેટલા સચોટ હતા?
2014 માં જમ્મુ અને કાશ્મીરમાં 25 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી પાંચ તબક્કામાં ચૂંટણીઓ યોજાઈ હતી. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા માટે 87 સભ્યો ચૂંટાયા હતા, જેની મુદત 19 જાન્યુઆરી 2020 ના રોજ પૂર્ણ થવાની હતી. જો કે, પીડીપી-ભાજપ સરકાર પહેલેથી જ પડી ગઈ અને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું.
2014 માં કાશ્મીર ચૂંટણીને લઈને સી-વોટર એક્ઝિટમાં ભારતીય જનતા પાર્ટી (BJP) 27-33 બેઠકો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) 4-10 બેઠકો, જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ 8-14 બેઠકો, જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીને 32-38 બેઠકો અને અન્ય 2-8 બેઠકો મળવાની આગાહી કરાઈ હતી.
જો કે ચૂંટણી પરિણામો અલગ હતા. પીડીપી 28 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જ્યારે બીજેપી 25 બેઠકો સાથે બીજા ક્રમે હતી. નેશનલ કોન્ફરન્સ 15 સીટો સાથે ત્રીજા અને કોંગ્રેસ 12 સીટો સાથે ચોથા ક્રમે હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
