ભારતના સમર્થનમાં આવ્યા 3 દેશ, નહીં જાય પાક. સાર્ક સંમેલનમાં
નોંધનીય છે કે જ્યાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસ્લામાબાદમાં થનારા સાર્ક સંમેલનમાં જવા માટે સ્પષ્ટ ના કહી દીધી છે, ત્યાં જ સુત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ બાંગ્લાદેશ, ભૂટાન અને અફધાનિસ્તાને પણ પાકિસ્તાનમાં યોજાનારા સાર્ક સંમેલનમાં ભાગ લેવાની ના પાડી છે.
બાંગ્લાદેશે શું કહ્યું?

બાંગ્લાદેશ કહેવું છે કે સાર્ક સંમેલન ત્યારે જ શક્ય બની શકે છે જ્યારે પરિસ્થિતિઓ અનુકૂળ હોય. તેણે કહ્યું કે એક દેશ તરફથી આંતરિક પ્રશ્નોમાં જે રીતે દખલગિરી કરવામાં આવી રહી છે તે રીતે 19મું સાર્ક સંમેલન સફળ થવું શક્ય નથી.
સાત દેશો

નોંધનીય છે કે નવેમ્બરમાં પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં સાર્ક સંમેલન થવાનું છે. જેમાં સાર્ક (SAARC)ના સાત દેશો ભારત, અફધાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા ભાગ લેવાના હતા. જો કે હાલ તેમાંથી ચાર દેશો ના પાડી ચૂક્યા છે.
ભૂટાન પણ કહીં ના

ભૂટાને પણ આતંકવાદ મુદ્દે ઇસ્લામાબાદમાં સાર્ક સંમેલનમાં ભાગ લેવાની વાતને અશક્ય જાણાવી છે. ભૂટાનના કહેવા મુજબ હાલ તેવો સમય બની ગયો છે કે આવા સમયે સફળતાપૂર્વક સાર્ક સંમેલનનું આયોજન થવું શક્ય નથી.
Bhutan shares concerns of some of SAARC countries on deterioration of regional peace & security due to terrorism: Sources
— ANI (@ANI_news) September 28, 2016
અફધાનિસ્તાન

ભારત, બાંગ્લાદેશ અને ભૂટાન પછી અફધાનિસ્તાને પણ ના પાડી છે. આમ સાતમાંથી ચાર દેશોએ સાર્ક સંમેલનમાં ભાગ લેવાની ના પાડી છે. ત્યારે હવે નેપાળ અને શ્રીલંકાના જવાબની રાહ જોવાય છે. જો ત્યાંથી પણ આવા પ્રતિસાદ આવશે તો સાર્ક સંમેલન થવાની શક્યતા નહીં રહે.
Growing interference in internal affairs of Bangladesh by one country has created environment not conducive to (contd) - Bangladesh: Sources
— ANI (@ANI_news) September 28, 2016
ભારતનું શું કહેવું છે

વિદેશ મંત્રાલયે આ મામલે પહેલા જ સ્પષ્ટતા આપી છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇસ્લામાબાદમાં થનારા સાર્ક સંમેલનમાં ભાગ નહીં લે. વિદેશ મંત્રાલયે કહ્યું કે હાલની પરિસ્થિતીને જોતા ભારત ઇસ્લામાબાદમાં થનારી આ બેઠકમાં ભાગ લેવા માટે અસમર્થ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
