Ghosi By Election : મઉના ડીએમને ધમકી મળી, ફરિયાદ દાખલ કરાઈ
ઉત્તર પ્રદેશની મઉની ઘોસી વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી માટે મતદાન પુરૂ થઈ ગયુ છે. જો કે મતદાન દરમિયાન એક વિવાદ પણ સામે આવ્યો છે. મઉના ડીએમને ધમકી મળતા ફરિયાદ દાખલ કરાઈ હોવાના અહેવાલ છે.
અહેવાલો અનુસાર, જિલ્લા મેજિસ્ટ્રેટ મઉ અરુણ કુમારે ઘોસી વિધાનસભાના ઘણા બૂથનું નિરીક્ષણ કરીને ટ્વિટર પર ફોટો ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. આ ટ્વિટ પર એક ધમકી ભરેલી કોમેન્ટ આવતા ફરિયાદ દાખલ કરાઈ છે.

આ જ ટ્વિટ પર જ્યોતિ યાદવ નામના યુઝરે જિલ્લા મેજિસ્ટ્રેટની પોસ્ટ પર ધમકીભરી ટિપ્પણી કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટેની ધમકીભરી ટિપ્પણી મળ્યા બાદ આ બાબતની નોંધ લેતા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રચાયેલી MCMCના પેનલ ઈન્ચાર્જ રાઘવેન્દ્ર પાંડે દ્વારા કોતવાલી પોલીસ સ્ટેશનમાં જ્યોતિ યાદવ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે પોલીસે IPCની કલમ 506, 507, 171F, 171G હેઠળ કેસ નોંધ્યો છે.
મઉ જિલ્લા અધિકારી અરુણ કુમાર મતદાન દરમિયાન વિવિધ બૂથનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. વિધાનસભા ક્ષેત્રનું નિરીક્ષણ કર્યા પછી સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી એક ફોટો ટ્વીટ કર્યો અને લખ્યું કે, વિધાનસભા ક્ષેત્ર ઘોસીમાં આવતીકાલે યોજાનાર મતદાનને ધ્યાનમાં રાખીને, આજે મેં વિવિધ બૂથનું નિરીક્ષણ કર્યું. તમામ સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપી છે.
આ ટ્વિટ પર જ્યોતિ નામના ર યુઝરે લખ્યું કે, હું મઉ ડીએમ સાહેબને સીધી ચેતવણી આપું છું, જો કોઈપણ રીતે એસપી મતદારો પર લાઠીચાર્જ અથવા મતદાન કરવાની મંજૂરી આપવામાં નહીં આવે તો તમે સમજો છો, આ વાત યાદ રાખજો, જ્યારે સપાની સરકારમાં આવશે ત્યારે તમે તમારી નોકરી ગુમાવશો. 2026માં અખિલેશની સરકાર બનશે કે તરત જ તમને તમારી વાસ્તવિક સ્થિતિ બતાવવામાં આવશે.
ટ્વિટર યુઝરે યુપીના પૂર્વ સીએમ અને સપાના વડા અખિલેશ યાદવનો ફોટો પણ ટ્વીટ કર્યો છે. આ ટ્વિટ બાદ અધિકારીઓ એક્શનમાં આવ્યા અને યુઝર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
અધિકારીઓએ જણાવ્યુ કે, કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સાયબર અધિકારીઓની મદદ લેવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
