ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય ચૂંટણીના સચોટ અને સૌથી ઝડપી પરિણામ મેળવો ડેઇલીહન્ટ પર
નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરાની વિધાનસભા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે લોકસભા ચૂંટણી પહેલાં પરીક્ષા સમાન હતી, જેમાં ભાજપ સત્તા જાળવી રાખવા ઈચ્છશે અને કોંગ્રેસ ફરી સત્તા પરિવર્તનની આશા સેવી રહી છે.
આગામી 2 માર્ચે ગુરુવારે નોર્થઈસ્ટના ત્રણ રાજ્ય નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. 27 ફેબ્રુઆરીએ આ ત્રણેય રાજ્યોમાં મતદાન થયું હતું.

ત્રિપુરા
ત્રિપુરામાં કુલ 60 સીટ પર મતદાન થયું. 2018માં ભાજપ અને આઇએફપીટીના ગઠબંધને તેમના કટ્ટર હરીફ કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા (માર્ક્સવાદી)ને હરાવી રાજ્યમાં સરકાર બની હતી. ભાજપ 35 સીટ જીત્યો હતો જ્યારે IPFTએ 8 સીટ પર જીત મેળવી હતી. જો કે આ વખતે ભગવો પક્ષ એન્ટીઈન્કમ્બન્સીનો સામનો કરી રહ્યો હોવાથી ભાજપ માટે દાવ ઉંચો છે.
2018ની જેમ ડાબેરી અને કોંગ્રેસ બંને સાથે મળીને ચૂંટણી લડશે. બંને પાર્ટીઓને રાજ્યમાં પોતાની સીટ વધારવાનો પ્રયત્ન કરી રહેલ તૃણમૂલ કોંગ્રેસ પણ પડકાર ફેંકી શકે છે.
ત્રિપુરા રાજ્યની ચાવી આદિવાસી મતદારોના હાથમાં છે અને 'ગ્રેટર ટીપ્રાલેન્ડ'ની માંગ સાથે ભાજપ, કોંગ્રેસ અને ડાબેરીઓ માટે ટીપ્રા મોથા એક મોટો પડકાર બની ગયો છે.
નાગાલેન્ડ
સત્તામાં રહેલા ગઠબંધન યુનાઈટેડ ડેમોક્રેટિક એલાયન્સ તરફથી નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયો રાજ્યમાં મજબૂત થઈ રહ્યા છે. અહીં તેમનો કોઈ વિરોધ નથી.
2018 માં નાગા પીપલ્સ ફ્રન્ટ 27 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. જો કે અહીં બીજેપીએ એનડીપીપી અને જનતા દળ (યુનાઈટેડ) સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી.
2021 માં NPF પણ આ ગઠબંધનમાં જોડાયું હતું. જો કે ગયા વર્ષે 21 ધારાસભ્યો NDPPમાં જોડાતા હવે પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.
આ વખતે ભાજપ 60માંથી 20 સીટો પર ચૂંટણી લડી રહી છે જ્યારે 40 સીટો પર એનડીપીપી ઉમેદવારોને સમર્થન આપી રહી છે.
મેઘાલય
2018ની વિધાનસભા ચૂંટણીમાં નેશનલ પીપલ્સ પાર્ટીએ 19 બેઠકો જીતી હતી. આ સિવાય કોંગ્રેસે 21 બેઠકો પર જીત નોંધાવી હતી. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીને બે બેઠકોથી સંતોષ રાખવો પડ્યો હતો. યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી છ બેઠકો પર વિજયી બની હતી.
NPPની આગેવાની હેઠળના મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ ભાજપ, UDP અને અન્ય પ્રાદેશિક પક્ષોના સમર્થનથી સત્તામાં આવ્યુ હતુ.
આ વખતે, BJP અને NPP એ ગઠબંધન કર્યું નથી અને એકલા ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ પુર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમાને સાથે લીધા બાદ એક મજબૂત પક્ષ તરીકે ઉભરી આવ્યો છે.
હાલના મુખ્યમંત્રી અને NPP ના વડા કોનરાડ સંગમા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમા વચ્ચે ગારો હિલ્સ ક્ષેત્રમાં પ્રતિષ્ઠાનો જંગ છે.
ડેઇલીહન્ટ કવરેજ
ડેઈલીહન્ટ ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું લાઈવ કવરેજ કરી રહ્યું છે. અમારું માનવું છે કે ચૂંટણી માત્ર સંખ્યાની ગેમ નથી. અમારું ધ્યાન દરેક નાગરિકના જીવન પર અસર કરતા સચોટ ચિત્ર રજુ કરતા ડેટા, પેટર્ન અને વિશ્લેષણના અર્થઘટન પર છે.
એકવાર નંબરોમાંથી સંકેતો મળવાનું શરૂ થઈ જાય પછી અમે તમામ દૃષ્ટિકોણથી વિશ્લેષણ રજૂ કરીશું. ડેટા અને તેનો અર્થ શું છે તેની સંપૂર્ણ ડ્રિલ રજુ કરીશું.
રિઝલ્ટ એનાલિસિસ એવી રીતે રજૂ કરાશે કે શિખાઉથી લઈને રાજકીય નિષ્ણાત સુધી દરેકને આસાનીથી સમજાય.
ડેઇલીહન્ટ પર અમે તમને કવરેજ આપી રહ્યા છીએ તેમાં આ બાબતો સામેલ છે...
- સારા ટેબ્યુલેટેડ ફોર્મેટમાં સમગ્ર ભારતમાંથી પરિણામોના લાઈવ અને ઝડપી અપડેટ.
- નંબરોની ભૂતકાળના પરિણામો સાથે સરખામણી
- બેઠક પરના અપડેટ, રાજ્ય અને મતવિસ્તાર પ્રમાણે
- સોશિયલ મીડિયાની પ્રતિક્રિયા અને ટ્વિટર પરનું વલણ
- ચૂંટણીના અમારા વ્યાપક કવરેજમાં લાઇવ વીડિયો, વાઇરલ મીમ્સ, ટ્રેન્ડિંગ સ્ટોરીઝ, વીડિયો વગેરે કેટલાક ઉદાહરણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
