Election Commission Of India: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ECIના આંકડા, મહાયુતિની આંધી ચાલી
Election Commission of India: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી પરિણામો આવી રહ્યાં છે. ચૂંટણી પંચે બંને રાજ્યોમાં મતદાન પછી મતગણતરી કરાવી રહ્યું છે. ઝારખંડની 81 વિધાનસભા સીટ પર જ્યારે મહારાષ્ટ્રની 288 સીટ પર મતગણતરી થઇ રહી છે.

એવામાં સૌકોઈની નજર ચૂંટણી પરિણામો પર છે. તમામ ટ્રેન્ડ્સમાં મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનને પ્રચંડ બહુમતી મળતી જોવા મળી રહી છે, તો ઝારખંડમાં ફરી એકવાર કોંગ્રેસ-જેએમએમ ગઠબંધનની સરકાર બનતી જોવા મળી રહી છે.
ચૂંટણી પંચના આંકડાઓ
ચૂંટણી પંચ તરફથી બંને રાજ્યોના રિઝલ્ટ શેર કરવામાં આવી રહ્યા છે. ઝારખંડની વાત કરીએ તો ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ અહીં જેએમએમને 30, કોંગ્રેસને 14 સીટ પર બઢત મળેલી છે, અને ભાજપને અહીં 24 સીટ પર બઢત મળેલી છે.
રાજદ 5 સીટ પર, જેએએસયૂપી 2 સીટ પર આગળ ચાલી રહી છે. ઝારખંડમાં ઈન્ડિયા ગઠબંધન 51 સીટ પર જ્યારે એનડીએ 28 સીટ પર આગળ ચાલી રહ્યું છે. એવામાં સ્પષ્ટ છે કે રાજ્યમાં હેમંત સોરેન સરકારની ફરીથી વાપસી થઇ રહી છે.
મહારાષ્ટ્રમાં મહાયુતિની આંધી
જ્યારે મહારાષ્ટ્ર ચૂંટણીની વાત કરીએ તો ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ અહીં ભાજપને 127 સીટ, શિવસેના 55 સીટ, એનસીપી 35 સીટ પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ 20 સીટ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) 13 સીટ પર આગળ ચાલી રહી છે.
મહારાષ્ટ્રમાં શરદ પવારની એનસીપી 13 સીટ પર આગળ ચાલી રહી છે. એટલે કે રાજ્યમાં મહાયુતિ 219 સીટ પર જ્યારે મહાવિકાસ અઘાડી માત્ર 55 સીટ પર આગળ ચાલી રહી છે. એટલે કે આ આંકડાઓથી સ્પષ્ટ છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિને પ્રચંડ બહુમતી મળી રહી છે.
સંજય રાઉતે આરોપ લગાવ્યો
મહારાષ્ટ્રમાં મહાયુતિને પ્રચંડ બહુમતી મળતી જોઈ સંજય રાઉત પણ આરોપો લગાવતા થઇ ગયા છે. સંજય રાઉતે ચૂંટણીમાં ગડબડી થઇ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે રાજ્યની જનતા ઈમાનદાર છે, આ પરિણામોને સ્વીકારી કાય નહીં.
સંજય રાઉતે આરોપ લગાવ્યો કે જેવી રીતે બે દિવસ અગાઉ અદાણીનો ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો, તે પછી મહારાષ્ટ્રને તેમના હવાલે કરવાની કોશિશ કરવામમાં આવી છે. રાજ્યની જનતા પર અમને પૂર્ણ વિશ્વાસ છે, આ પરિણામ જનતાએ આપ્યાં નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
