2019માં લોકસભા સાથે આ 7 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ થઈ શકે
2019માં લોકસભા સાથે આ 7 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ થઈ શકે
નવી દિલ્હીઃ આગામી વર્ષે થનાર લોકસભા ચૂંટણીની સાથે કેટલાય રાજ્યોની ચૂંટણી પણ એકસાથે થઈ શકે છે. ચૂંટણી પંચ 2019ની લોકસભા ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, સિક્કિમ, અરુણાચલ પરદેશ વિધાનસભા ચૂંટણી કરાવી શકે છે. જણાવી દઈએ કે આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ જૂન 2019માં સમાપ્ત થઈ રહ્યો છે. સૂત્રો મુજબ ચૂંટણી પંચનું કહેવું છે કે ચાર રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ મે-જૂન 2019માં સમાપ્ત થનાર છે, જેથી આ રાજ્યોમાં ચૂંટણી લોકસભા ચૂંટણીની સાથે જ કરાવી શકાય છે. ઉપરાંત આ રાજ્યોની સાથે જમ્મુ અને કાશ્મીરની ચૂંટણી પણ કરાવવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર મહિનામાં જમ્મુ-કાશ્મીર વિધાનસભા ભંગ કરી દેવામાં આવી હતી.

સમય પહેલા ચૂંટણી
ચૂંટણી પંચના એ અધિકારીએ જણાવ્યું કે આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની ચૂંટણી નક્કી સમય પર જ થશે, પરંતુ ભાજપ શાસિત રાજ્ય હરિયાણા અને મહારાષ્ટ્રમાં ચૂંટણી થોડા સમય પહેલા થઈ શકે છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં પણ છ મહિનાની અંદર ચૂંટણી કરાવવામાં આવનાર છે. એવામાં ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની સાથે જ જમ્મુ-કાશ્મીરની ચૂંટણી કરાવી શકે છે, પરંતુ સુરક્ષા કારણોસર અહીં ચૂંટણી થોડી પહેલા થઈ શકે છે.

ચૂંટણી નહિ કરાવવી પડે
ઉપરાંત ચૂંટણી પંચના અન્ય એક અધિકારીએ કહ્યું કે જો ચૂંટણી પંચ જનરલ ઈલેક્શનની સાથે હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણી કરાવે છે તો 2019માં કોઈપણ અન્ય રાજ્યોની ચૂંટણી નહિ થાય. ભાજપ આ બંને રાજ્યોમાં સત્તા પર છે. એવામાં જો ભાજપ શાસિત રાજ્ય વિધાનસભાને સમય પહેલા ભંગ કરવા માટે તૈયાર થાય છે તો આ રાજ્યોમાં ચૂંટણી લોકસભા ચૂંટણીની સાથે કરાવી શકાય છે. આવી રીતે જો એકસાથે ચૂંટણી થઈ તો 2019માં ફરી ક્યાંય ચૂંટણી કરાવવાની જરૂર નહિ પડે.

2021 સુધી જમ્મુ-કાશ્મીર વિધાનસભાનો કાર્યકાળ
જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર વિધઆનસભાનો કાર્યકાળ મહિનાનો હોય છે, જ્યારે દેશના અન્ય રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભાનો કાર્યકાળ 16 માર્ચ 2021ના રોજ પૂરો થનાર હતો. એવી જ રીતે આંધ્ર પ્રદેશનો કાર્યકાળ 18 જૂન 2019ના રોજ પૂરો થઈ રહ્યો છે અને ઓરિસ્સા વિધાનસભાનો કાર્યકાળ 11 જૂન 2019ના રોજ પૂરો થઈ રહ્યો છે, જ્યારે અરુણાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 1 જૂન 2019 અને સિક્કિમ વિધાનસભાનો કાર્યકાળ 27 મે 2019ના રોજ પૂરો થઈ રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
