ઘરેલુ ગેસની કિંમતો પર મોદી સરકારનો મોટો નિર્ણય, હવે દર મહિને બદલશે ભાવ, ક્રૂડ ઓઈલથી લિંક થઈ કિંમત!
Domestic Gas Price: ઘરેલુ ગેસની કિંમતો પર સરકારે મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે ઘરેલુ ગેસની કિંમત હવે આંતરરાષ્ટ્રીય હબ ગેસની જગ્યાએ ઈમ્પોર્ટેડ ક્રૂડ સાથે લિંક કરી દેવામાં આવી છે.
મોદી સરકારના આ નિર્ણય બાદ હવે ભારતમાં વેચાતા ઘરેલુ ગેસની કિંમત ભારતીય ક્રૂડ બાસ્કેટની આંતરરાષ્ટ્રીય કિંમતના 10 ટકા થઈ જશે. તેમણે કહ્યુ કે ઘરેલુ ગેસના ભાવ હવે દર મહિને નક્કી કરવામાં આવશે.

ગેસના ભાવ અંગેના આ નિર્ણય અંગે સમાચાર એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો છે કે કેન્દ્રીય કેબિનેટે સંશોધિત ઘરેલુ ગેસ કિંમત નિર્ધારણ માર્ગદર્શિકાને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય બાદ ઘરેલુ ગેસ ગ્રાહકોને અસર થવાની શક્યતા છે.
નેચરલ ગેસની કિંમત ભારતીય ક્રૂડ બાસ્કેટની માસિક સરેરાશના 10% હશે. કિંમતો માસિક સૂચિત કરવામાં આવશે. સરકારે કહ્યું કે, શાસન દરમિયાન સ્થિર કિંમતો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ નિર્ણયની માહિતી આપી અને કહ્યુ કે, કંપનીઓને ભાવ નિર્ધારણ સુનિશ્ચિત કરવા અને બજારની પ્રતિકૂળ હિલચાલથી ઉત્પાદકોને પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરવા માટે પગલાં લેવા કહેવામાં આવ્યુ છે.
દિલ્લીમાં CNG 79.56 રૂપિયા પ્રતિ કિલો છે, જે ઘટીને 73.59 રૂપિયા થઈ શકે છે, જ્યારે PNG 53.59 રૂપિયા પ્રતિ કિલો છે, જે ઘટીને 47.59 રૂપિયા થઈ શકે છે. મુંબઈમાં સીએનજી 87 રૂપિયા પ્રતિ કિલો છે, જે સસ્તી થઈને 87 રૂપિયા થઈ શકે છે, જ્યારે પીએનજી 54 રૂપિયા પ્રતિ કિલો છે, જે ઘટીને 59 રૂપિયા થઈ શકે છે.
હાલમાં, પૂણેમાં CNGની કિંમત 92 રૂપિયા પ્રતિ કિલો છે, જે ઘટીને 87 રૂપિયા થઈ શકે છે, જ્યારે PNG 57 રૂપિયા પ્રતિ કિલો છે, જે ઘટીને 52 રૂપિયા થઈ શકે છે.હાલમાં, બેંગલુરુમાં CNGની કિંમત 8905 રૂપિયા પ્રતિ કિલો છે, જે ઘટીને 83.5 રૂપિયા થઈ શકે છે, જ્યારે PNG 55.5 રૂપિયા પ્રતિ કિલો છે, જે ઘટીને 52 રૂપિયા થઈ શકે છે.
#WATCH | Now, gas price, instead of international hub gas price, has been linked to imported crude. And price of domestic gas will be 10% of international price of Indian crude basket, to be notified monthly......: Union Minister Anurag Thakur pic.twitter.com/UN6i441I3N
— ANI (@ANI) April 6, 2023
Union Cabinet approves revised domestic gas pricing guidelines
— ANI (@ANI) April 6, 2023
price of natural gas to be 10% of the monthly average of Indian Crude Basket, to be notified monthly
Move to ensure stable pricing in the regime and provide adequate protection to producers from adverse market… pic.twitter.com/zEQpEpqbcx
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
