Delhi New CM : દિલ્હીમાં સીએમને લઈને કોકડુ ગુચવાયુ? કેમ રદ થઈ 17 ફેબ્રુઆરીની ધારાસભ્યોની બેઠક?
Delhi New CM : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી જીત્યાને એક અઠવાડીયાથી વધુનો સમય વિતી જવા છત્તા હજુ પણ નવી સરકાર બની નથી. બીજેપી સતત સીએમ પદને લઈને ચિંતન કરી રહી છે.
દિલ્લીમાં નવા મુખ્યમંત્રીના નામને લઈને ભાજપના વિધાનમંડળ દળની બેઠક 17 ફેબ્રુઆરીએ યોજાવાની હતી. જો કે હવે આ બેઠકને સ્થગિત કરીને 19 ફેબ્રુઆરીએ યોજવામાં આવશે.

આ સિવાય મુખ્યમંત્રી પદની શપથવિધિની તારીખ પણ 18 ફેબ્રુઆરીથી બદલીને 20 ફેબ્રુઆરી કરી દેવામાં આવી છે. દિલ્લીમાં મુખ્યમંત્રી પદને લઈને ભાજપના ટોચના નેતૃત્વની બેઠકો સતત યોજાઈ રહી છે.
સૂત્રો અનુસાર, પાર્ટીએ કુશળ અને અનુભવી નેતૃત્વના પસંદગી માટે સંપૂર્ણ સાવધાની રાખી છે. દિલ્લીમાં ભાજપના મજબૂત આધારે ધ્યાનમાં રાખીને એક એવા ચહેરાને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવે એવી શક્યતા છે જે સંગઠન અને પ્રશાસન બંનેમાં પારંગત હોય.
ભાજપના આ નિર્ણયો પર દેશભરમાં નજર છે, કેમ કે દિલ્લીનું નેતૃત્વ આગામી ચૂંટણીઓ અને પાર્ટી માટે મહત્ત્વનું સાબિત થઈ શકે છે.
જણાવી દઈએ કે, દિલ્હીમાં બીજેપીએ આમ આદમી પાર્ટીને હરાવીને સત્તા પર કબ્જો કર્યો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ 48 બેઠકો જીતી છે તો આમ આદમી પાર્ટી અહીં માત્ર 22 બેઠકો જ જીતી શકી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
