દિલ્હી હિંસા કેસમાં દિલ્હી વિધાનસભા સમિતિએ ફેસબુક અધિકારીઓની પુછપરછ કરી!
દિલ્હી એસેમ્બલીની પીસ એન્ડ હાર્મની કમિટીએ ગુરુવારે 2020 નોર્થઈસ્ટ દિલ્હી હિંસા કેસમાં ફેસબુક ઈન્ડિયાના અધિકારીઓની પૂછપરછ કરી હતી.
નવી દિલ્હી, 18 નવેમ્બર : દિલ્હી એસેમ્બલીની પીસ એન્ડ હાર્મની કમિટીએ ગુરુવારે 2020 નોર્થઈસ્ટ દિલ્હી હિંસા કેસમાં ફેસબુક ઈન્ડિયાના અધિકારીઓની પૂછપરછ કરી હતી. ફેસબુક ઈન્ડિયાના પબ્લિક પોલિસી ડાયરેક્ટર શિવનાથ ઠુકરાલ અને લીગલ ડાયરેક્ટર જીવી આનંદ ભૂષણ સમિતિ સમક્ષ હાજર થયા હતા.

તમને જણાવી દઈએ કે, દિલ્હી એસેમ્બલીની શાંતિ અને સદ્ભાવના સમિતિએ ફેસબુક ઈન્ડિયાના અધિકારીઓને દિલ્હી રમખાણો દરમિયાન ફેસબુક પર ઉશ્કેરણીજનક અને ખોટી સામગ્રીની પોસ્ટને રોકવા માટે અસરકારક પગલાં ન લેવા બદલ સમિતિ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો હતો. સમિતિ સમક્ષ હાજર થયેલા બંને અધિકારીઓએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
બીજી તરફ દિલ્હી રમખાણો દરમિયાન દૂર કરવામાં આવેલી ભડકાઉ પોસ્ટનો ડેટા શેર કરવાનું કહેવામાં આવ્યું તો ફેસબુકે ઇનકાર કર્યો. જણાવી દઈએ કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ઉત્તરપૂર્વ દિલ્હીમાં નાગરિકતા સંશોધન બિલના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, ત્યારબાદ ફેસબુક પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે કંપનીએ હિંસા દરમિયાન ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલા ખોટા અને ભડકાઉ લેખો પર પ્રતિબંધ નહોતો લગાવ્યો.
જણાવી દઈએ કે દિલ્હી એસેમ્બલીની પીસ એન્ડ હાર્મની કમિટીના ચેરમેન રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે આ મામલાની સુનાવણી સંપૂર્ણ રીતે પારદર્શક હોવી જોઈએ. આ માહિતી શક્ય તેટલા લોકો સુધી પહોંચવી જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
