દિલ્હી સરકાર કરશે બસોનું 24 કલાક લાઈવ મોનિટરિંગ
રાજધાનીની બસોમાં પ્રવાસીના સફર, સુગમ અને સુરક્ષિત બનશે. દિલ્હી સરકાર ડીટીસી અને ક્લસ્ટરમાં ચાલનારી બસોના આવાગમન પર 24 કલાક લાઇવ મોનિટરિંગ કરશે.
દિલ્હી : રાજધાનીની બસોમાં પ્રવાસીના સફર, સુગમ અને સુરક્ષિત બનશે. દિલ્હી સરકાર ડીટીસી અને ક્લસ્ટરમાં ચાલનારી બસોના આવાગમન પર 24 કલાક લાઇવ મોનિટરિંગ કરશે. દિલ્હી પરિવહન વિભાગની બસો લાઇવ મોનિટરિંગ માટે કશ્મીરી ગેટ બસ સ્ટેશન પર કમાંડ કંટ્રોલ મોનિટરિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. બસોનું મોનિટરિંગ કરનારા કંટ્રોલ રૂમનું ટ્રાયલ પૂર્ણ થઇ ગયું છે.

સૂત્રોનું માનીએ તો આ અઠવાડિયે પરિવહન મંત્રી કૈલાશ ગેહલોત તેને સત્તાવાર રીતે લોન્ચ કરશે. કમાન્ડ કંટ્રોલ મોનિટરિંગ સેન્ટરમાંથી બસોમાં લગાવવામાં આવેલા જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) દ્વારા સમયાંતરે બસોની માહિતી પ્રાપ્ત થશે. જો બસ તેના સ્ટોપ પર નહીં ઊભી થાય તો તેનું એલર્ટ કંટ્રોલ રૂમમાં જશે. જો ત્યાં બેઠેલી વ્યક્તિ ઈચ્છે તો તે બસ ઓપરેટરને સીધો ફોન કરીને, તેનું કારણ પણ પૂછી શકે છે.
જો કોઈપણ રૂટ નંબરની બસ તેના નિયત રૂટ કરતા અલગ રૂટ પર જતી હોય, તો કંટ્રોલ રૂમને તેની માહિતી મળશે. હાલમાં દિલ્હીમાં કુલ 7230 બસો છે, જેમાંથી 3900 થી વધુ બસો DTC ની છે.
ફૂટેજ જોવાની સુવિધા મળશે
કાશ્મીરી ગેટ પર કમાન્ડ કંટ્રોલ મોનિટરિંગ સેન્ટર ઉપરાંત, તમામ ડેપો પર રિકવરી સેન્ટર્સ, ડેટા સેન્ટર અને અલગ વ્યુઇંગ સેન્ટર પણ સ્થાપવામાં આવ્યા છે. આ સાથે ડેપો મેનેજર લાઈવ ફૂટેજ પર પણ નજર રાખી શકશે.
દરેક સીટ પર પેનિક બટન
નવી બસોમાં બહાર પણ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સાથે દરેક સીટ પર પેનિક બટનની સિસ્ટમ છે, જેને ઈમરજન્સીની સ્થિતિમાં દબાવીને કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરી શકાય છે. મુસાફરી દરમિયાન જો કોઈ વ્યક્તિ બસની અંદર બેસીને પેનિક બટન દબાવશે, તો તેનું એલર્ટ સીધું કમાન્ડ સેન્ટરને મોકલવામાં આવશે. ત્યાં બેઠેલી વ્યક્તિ આઈપી કેમેરા દ્વારા બસની અંદરના લાઈવ ફૂટેજ જોઈ શકે છે. આ સાથે જો જરૂર જણાય તો પોલીસ કંટ્રોલ રૂમને પણ જાણ કરી શકે છે.
કમાન્ડ કંટ્રોલ રૂમની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. અહીં બેઠેલી વ્યક્તિ એક ક્લિક પર દરેક બસનું લોકેશન અને તેના રૂટની માહિતી મેળવી શકે છે. યોજના આગામી દિવસોમાં આ કમાન્ડ કંટ્રોલના ડેટા દ્વારા નક્કી કરી શકીશું કે, કયા રૂટ પર કેટલી બસો છે. તેનાથી બસોના વધુ સારી રીતે ઉપયોગ કરવામાં મદદ મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
