દિલ્હી ગેંગ રેપ કેસ : કિશોર આરોપી બળાત્કાર અને હત્યાનો દોષિત
નવી દિલ્હી, 31 ઓગસ્ટ : રાજધાની દિલ્હીમાં 16 ડિસેમ્બર, 2012ની રાતે 23 વર્ષની નિર્ભયા પર ગેંગ રેપ કરનારા 6 આરોપીઓ પૈકી એક કિશોર (અવયસ્ક) આરોપીને આજે જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ દ્વારા બળાત્કાર અને હત્યામાં દોષિત ગણવામાં આવ્યો છે. આ કેસમાં દોષિત ઠર્યા બાદ હવે કાયદા મુજબ તેને 3 વર્ષની સજા થશે.

આ અંગે વકીલે જણાવ્યું કે કિશોર આરોપીને પેરામેડિકલ શાખાની વિદ્યાર્થિની પર કરવામાં આવેલા ગેંગ રેપમાં ભાર લેવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ ગુનો જ્યારે આચરવામાં આવ્યો ત્યારે તેની ઊંમર 17 વર્ષની હતી. તેના પર બળાત્કાર અને હત્યાના આરોપો ઘડવામાં આવ્યા હતા. હવે તેને ત્રણ વર્ષ માટે સુધારણા કેન્દ્રમાં મોકલી આપવામાં આવશે.
જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત કોઇ પણ કિશોર આરોપીને ત્રણ વર્ષ માટે સુધારણા ગૃહમાં મોકલી આપવામાં આવે છે. આ કિશોર આરોપીને કારણે આ કેસમાં લોકજુવાળ ઉભો થયો હતો અને લોકોએ માંગણી કરી હતી કે કિશોર ગણાવાની વય મર્યાદા 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવામાં આવે.
આ સમગ્ર પ્રકરણે ત્યારે જોર પકડ્યું જ્યારે જાણવા મળ્યું કે ગુનો આચરતા સમયે કિશોર પુખ્ત વય મર્યાદાથી માત્ર થોડા મહિના દુર હતો. આ કેસના 9 મહિનાના સમયગાળામાં આરોપીએ પુખ્ત વય પ્રાપ્ત કરી લીધી હતી. આ કારણે તેના પર એક કિશોર તરીકે કેસ ચલાવવામાં આવ્યો હતો. કારણ કે કાયદા અનુસાર ગુનો આચરતા સમયે જો આરોપીની વય 18 વર્ષથી ઓછી હોય તે તેનો કિશોર ગણીને ગુનો ચલાવવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
