Delhi Election Result 2025 : દિલ્હી ચૂંટણીના પરિણામો પહેલા જ કેજરીવાલ એક્શનમાં, ઉમેદવારોની બેઠક બોલાવી
Delhi Assembly Election Results 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવે તે પહેલા જ અરવિંદ કેજરીવાલ એક્શનમાં આવ્યા છે.
પરિણામના એક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીએ તમામ 70 ઉમેદવારોની એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ તેની અધ્યક્ષતા કરી રહ્યાં છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આ બેઠકમાં ચૂંટણી પરિણામોની તૈયારી અને ધારાસભ્યોની સંભાવિત ખરીદી-વેચાણ સંબંધિત આરોપો પર ચર્ચા કરાઈ. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ (BJP) પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો કે ભાજપ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહી છે.
દિલ્હીની મુખ્યમંત્રી આતિશીએ પણ આ આરોપોને પુષ્ટિ આપી છે. ભાજપે આવા દાવાઓને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે. કેજરીવાલે કહ્યું કે કેટલીક એજન્સીઓ ભાજપને 55થી વધુ સીટો મળવાનો અંદાજ લગાવી રહી છે. તેમનું કહેવું છે કે દિલ્હીમાં પરિણામો પહેલા ઓપરેશન લોટસ શરુ થઈ ગયું છે.
કેજરીવાલે દાવો કર્યો છે કે છેલ્લા બે કલાકમાં 16 AAP ઉમેદવારોને મંત્રીપદ અને 15-15 કરોડ રૂપિયાની ઓફર સાથે ભાજપમાં જોડાવા માટે ફોન આવવા લાગ્યા છે. કેજરીવાલે X પર લખ્યું કે જો ભાજપને 55થી વધુ સીટો મળી રહી છે તો BJP અમારી પાર્ટીના ઉમેદવારોને ફોન શા માટે કરી રહી છે?
કેજરીવાલનો આરોપ છે કે એગ્ઝિટ પોલના સર્વે ફેક છે અને તેનો ઉપયોગ કરીને ભાજપ ઉમેવાદારોને પોતાના પક્ષમાં ખેંચવાનો પ્રયાસ કરી રહી છે.
આમ આદમી પાર્ટીના પ્રવક્તા પ્રિયંકા કક્કડે જણાવ્યું કે, ભાજપને લાગે છે કે ફેક સર્વે દ્વારા તે અમારા નેતાઓ અને મંત્રીઓ સાથે સોદાબાજી કરી શકશે. હું ભાજપને કહેવા માંગું છું કે તમે અમારા કાર્યકરોને પણ તોડી નહીં શકો,, નેતાઓ અને મંત્રીઓ તો દૂરની વાત છે.
તેણીએ જણાવ્યુ કે, 2013, 2015 અને 2020માં અમે એગ્ઝિટ પોલમાં નહોતા દેખાતા અને દરેક વખતે બહુમતિ મળી. આ વખતે પણ એવું જ થશે. જ્યારે અમે એગ્ઝિટ પોલમાં ન હોઈએ ત્યારે અમે ભવ્ય જીત મેળવીએ છીએ. આ વખતે પણ કંઈ અલગ નહીં હોય.
જણાવી દઈએ કે, દિલ્હીમાં મતગણતરી 8 ફેબ્રુઆરીએ યોજાશે. ચૂંટણી પંચ અને પ્રશાસન સુરક્ષાને લઈને સંપૂર્ણ સજ્જ છે. ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને સમગ્ર દિલ્હીમાં 19 સ્થળોએ કુલ 70 સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
