Darjeeling Train Accident: પશ્ચિમ બંગાળ રેલ દુર્ઘટનાને કારણે 19 ટ્રેનો રદ કરાઈ, જાણો સંપૂર્ણ યાદી
Darjeeling Train Accident: જલપાઈગુડી રેલવે સ્ટેશન નજીક કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના બાદ 19 ટ્રેનો રદ કરવામાં આવી છે. આ સાથે એટલી જ ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માહિતી આપતા ભારતીય રેલવેએ જણાવ્યું કે, આ અકસ્માતમાં કુલ 8 લોકોના મોત થયા છે.
આ અકસ્માતમાં લગભગ 25 લોકો ઘાયલ થયા છે. આ સાથે જણાવવામાં આવ્યું હતું કે, દુર્ઘટનાનો ભોગ બનેલી કાંચનજંગા એક્સપ્રેસની છેલ્લી 4 બોગીને અસર થઈ છે. તેમના સિવાય અન્ય તમામ કોચ આગળની મુસાફરી માટે રવાના થઈ ગયા છે.
ટ્રેન દુર્ઘટનાને કારણે કાંચનજંગા એક્સપ્રેસના ચાર ડબ્બા હજુ પણ પાટા પર છે, અને પાછળથી ટ્રેનને ટક્કર મારતી માલગાડીના કેટલાય ડબ્બા બીજા પાટા પર પડી ગયા છે. જેના કારણે જલપાઈગુડી રેલ્વે સ્ટેશન નજીકના બંને રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે.
આ કારણોસર 19 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. આ ટ્રેનોને ન્યૂ જલપાઈગુડી, સિલીગુડી જંક્શનથી બાગડોગરા અને અલુબારી રોડ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે.

આ ટ્રેનોના રૂટ બદલાયા છે
- 19602 ન્યૂ જલપાઈગુડી - ઉદયપુર સિટી વીકલી એક્સપ્રેસ 17.06.
- 20503 ડિબ્રુગઢ - નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ 16.06.24.
- 12423 ડિબ્રુગઢ - નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ 16.06.24.
- 01666 અગરતલા - રાણી કમલાપતિ સ્પેશિયલ ટ્રેન 16.06.24.
- 12377 સિયાલદહ - નવી અલીપુરદ્વાર પદિક એક્સપ્રેસ 16.06.24.
- 06105 નાગરકોઇલ જં. - ડિબ્રુગઢ સ્પેશિયલ 14.06.24.
- 20506 નવી દિલ્હી- ડિબ્રુગઢ રાજધાની એક્સપ્રેસ 16.06.24.
- 12424 નવી દિલ્હી- ડિબ્રુગઢ રાજધાની એક્સપ્રેસ 16.06.24.
- 22301 હાવડા- નવી જલપાઈગુડી વંદે ભારત એક્સપ્રેસ તા. 17.06.24.
- 12346 ગુવાહાટી- હાવડા સરાઈઘાટ એક્સપ્રેસ તા. 17.06.24.
- 12505 કામાખ્યા- આનંદ વિહાર ઉત્તરપૂર્વ એક્સપ્રેસ તા. 17.06.24.
- 12510 ગુવાહાટી-બેંગલુરુ એક્સપ્રેસ તા. 17.06.24.
- 22302 નવી જલપાઈગુડી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ તા. 17.06.24.
- 15620 કામાખ્યા- ગયા એક્સપ્રેસ તા. 17.06.24.
- 15962 ડિબ્રુગઢ- હાવડા કામરૂપ એક્સપ્રેસ તા. 17.06.24.
- 15636 ગુવાહાટી- ઓખા એક્સપ્રેસ તા. 17.06.24.
- 15930 નવી તિનસુકિયા- તાંબરમ એક્સપ્રેસ તા. 17.06.24.
- 13148 બામનહાટ- સિયાલદાહ ઉત્તર બંગા એક્સપ્રેસ તા. 17.06.24.
- 22504 ડિબ્રુગઢ- કન્યાકુમારી એક્સપ્રેસ તા. 17.06.24.
19 trains cancelled after the Kanchenjunga Express train met with an accident in the Phansidewa area of the Darjeeling district, West Bengal
— ANI (@ANI) June 17, 2024
8 people died and around 25 got injured in the accident. pic.twitter.com/Uu9DAEI1jI
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
