Cyclone Tej: ચક્રવાત તેજ આજે બપોરે બનશે વિકરાળ, જાણો હવામાન વિભાગની આગાહી
Cyclone Tej: ભારતીય હવામાન વિભાગ તરફથી ચક્રવાત તેજ અંગે ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, અરબ સાગરમાં બની રહેલું ચક્રવાત તેજ આજે બપોરે વિકરાળ સ્વરૂપ લઇ શકે છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, એક મજબૂત ચક્રવાત ખૂબ જ ગંભીર ચક્રવાતનું સ્વરૂપ લઈ શકે છે. 22 ઓક્ટોબરે બપોર પહેલા તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. અરબી સમુદ્રમાં ઉદ્દભવતું આ ચક્રવાત 25 ઓક્ટોબરના રોજ યમનના અલ ગડિયા અને ઓમાનના સલાલાહ વચ્ચેથી પસાર થઈ શકે છે.

આ ચક્રવાતના જોખમને ધ્યાનમાં રાખીને, ભારતીય કોસ્ટ ગાર્ડે આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં કામ કરતા માછીમારોને દક્ષિણ-પૂર્વ અને પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં નીચા દબાણવાળા વિસ્તારમાં નુકસાનની સંભાવના વચ્ચે પાછા ફરવાની સલાહ આપી છે. આટલું જ નહીં આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય, તે માટે ઘણા જહાજો તૈનાત કરવામાં આવ્યા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગતિવિધિને કારણે હિમાચલ પ્રદેશમાં 22 અને 23 ઓક્ટોબરે વરસાદની શક્યતા છે. તેમજ ઊંચા પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 ઓક્ટોબર પછી હવામાન સાફ થવાની સંભાવના છે. રવિવારે કુકુમસેરીમાં લઘુત્તમ તાપમાન -0.1 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?










Click it and Unblock the Notifications
