Cyclone Montha: આજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે ચક્રવાત 'મોંથા', આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Cyclone Montha: બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું 'મોંથા' હવે આક્રમક બન્યું છે અને આજે (મંગળવાર) આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવા માટે તૈયાર છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આ ચક્રવાત મંગળવારે સવાર સુધીમાં એક તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને સાંજ કે રાત્રિ દરમિયાન આંધ્રપ્રદેશના બંદર કાકીનાડા નજીક ટકરાશે.

આ દરમિયાન પવનની મહત્તમ ગતિ 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સોમવારથી જ આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને કેરળ સહિત છ રાજ્યોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે.
PM મોદીએ CM નાયડુ સાથે કરી વાત
ચક્રવાત 'મોંથા'ના ખતરાને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુએ અધિકારીઓને જરૂરી સાવચેતીના પગલાં લેવા આદેશ આપ્યો છે.
કેન્દ્રીય સહાય: PM નરેન્દ્ર મોદીએ CM નાયડુ સાથે ફોન પર વાતચીત કરીને ચક્રવાતનો સામનો કરવા માટે રાજ્યને કેન્દ્રીય સહાયની ખાતરી આપી છે.
સમીક્ષા બેઠક: નાયડુએ રીઅલ ટાઇમ ગવર્નન્સ સિસ્ટમ (RTGS) દ્વારા સમીક્ષા બેઠક યોજીને અધિકારીઓને સતર્ક રહેવા અને ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપી છે.
સ્થળાંતર અને તૈયારી: દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 50,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. NDRF અને SDRFની ટીમો કોઈપણ ઘટનાનો સામનો કરવા માટે સ્ટેન્ડબાય પર છે, જ્યારે અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.
ભારે વરસાદની આગાહી: ક્યા રાજ્યમાં કેવી સ્થિતિ?
રાજ્ય- આગાહી અને સ્થિતિ
આંધ્ર પ્રદેશ- કૃષ્ણા, ગુંટૂર, બાપટલા, NTR અને પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના.
તેલંગણા- આગામી બે દિવસ પેડ્ડાપલ્લી, જયશંકર ભૂપલપલ્લી સહિત ઘણા જિલ્લાઓમાં વાવાઝોડા, વીજળી અને તેજ પવન સાથે અતિ ભારે વરસાદ.
તમિલનાડુ- ચેન્નાઈ, રાનીપેટ, તિરુવલ્લુર અને કાંચીપુરમમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, શાળાઓ અને કોલેજો બંધ.
પશ્ચિમ બંગાળ- ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ; દાર્જિલિંગ અને કલિમપોંગના પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનનો ભત.
કેરળ- સોમવારે ભારે વરસાદને કારણે અલપ્પુઝામાં બોટ પલટવાથી માછીમાર સહિત બે લોકોના મોત. કોઝિકોડ, કાસરગોડ, કન્નુર માટે ઓરેન્જ એલર્ટ.
માછીમારોને ચેતવણી
હવામાન વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે દરિયાકાંઠાના તમામ રાજ્યોના માછીમારોએ આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવું. ચક્રવાત હાલમાં પશ્ચિમ-મધ્ય અને નજીકના દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર કેન્દ્રિત છે અને 17 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
