Cyclone Dana : વાવાઝોડુ દાના કેટલુ ખતરનાક? જાણો બંગાળ-ઓડિશાના કિનારે કેટલો વિનાશ વેરશે?
Cyclone Dana Landfall : બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન દાના ધીરે ધીરે કિનારા તરફ આગળ વધી રહ્યું છે. આ તોફાનની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે 12 લાખ લોકોને પહેલા જ સલામત સ્થળ ખસેડી દેવાયા છે.
બંગાળની ખાડીમાંથી તોફાન દાના 24 ઓક્ટોબરે કિનારા પર લેન્ડ ફોર કરશે. અહેવાલો અનુસાર દાના ઓડિશાના પુરી અને પશ્ચિમ બંગાળના દીધાના કિનારે ટકરાઈ શકે છે.

અહીં તમને તોફાનની તિવ્રતાનો અંદાજ એ વાત પરથી આવશે કે દાનાના કારણે ઓડિશામાં 150 અને પશ્ચિમ બંગાળમાં 198 ટ્રેનો રદ કરવામાં આવી છે. આ સિવાય શાળાઓ, કોલેજો અને હોટેલો ત્રણ દિવસ માટે બંધ રાખવાના આદેશ અપાયા છે.
બીજી તરફ પ્રસિદ્ધ યાત્રાધામ જગન્નાથ પુરીમાં શ્રદ્ધાળુઓની અવરજવર ઓછી થઈ ગઈ છે અને ત્રણ હજાર પ્રવાસીઓને પણ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સુરક્ષિત ખસેડી દેવાયા છે.
ઓડિશાના વિશેષ રાહત અધિકારી દેવ રંજન સિંહે જણાવ્યુ કે, હવામાન વિભાગનો અંદાજ છે કે ચક્રવાતી તોફાન દાના 24 ઓક્ટોબરની મધ્યરાત્રિએ અથવા 25 ઓક્ટોબરની વહેલી સવારે પુરીના કિનારે લેન્ડફોલ કરશે.
તેમના જણાવ્યા અનુસાર, આ દરમિયાન 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની સંભાવના છે. આ સ્થિતિમાં માત્ર ઓડિશા જ નહીં પરંતુ પશ્ચિમ બંગાળ સરકારે પણ દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવ્યા છે.
ઓડિશા હવામાન વિભાગ અનુસાર ચક્રવાત દાનાની અસરને કારણે પુરીમાં 23 ઓક્ટોબરથી જ વરસાદ શરૂ થશે. 25 ઓક્ટોબરે 11 ઈંચ વરસાદ પડવાની સંભાવના છે.
દાના તોફાનની અસર 29 માંથી 14 દરિયાકાંઠાના જિલ્લાઓમાં જોવા મળી શકે છે. NDRFની 20 ટીમો, ફાયર બ્રિગેડની 178 ટીમો અને ODRFની 51 ટીમો પહેલાથી જ તૈનાત કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, તોફાનની અસર ઓડિશાના પડોશી રાજ્ય પશ્ચિમ બંગાળના દિઘા, પૂર્વ મેદિનીપુર અને દક્ષિણ 24 પરગણામાં વધુ થઈ શકે છે. આ સ્થળોએથી લગભગ 1.5 લાખ લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે.
બીજી તરફ પશ્ચિમ બંગાળમાં કોસ્ટ ગાર્ડને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. NDRFની 9 ટીમો તૈનાત છે. દરિયાકાંઠાના વિસ્તારો દિઘા અને મંદારમણિને ખાલી કરાવવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ મનોજ પંતે જણાવ્યુ કે, ચક્રવાતી તોફાન દાનાની ગંભીરતાને જોતા ચાર કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. 500 QRT ટીમો તૈનાત કરવામાં આવી છે. બુધવાર સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બે લાખ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને શાળાઓ અને સરકારી ઈમારતોમાં ખસેડવામાં આવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
